- ઓસ્ટ્રેલિયા સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની T20 સિરીઝ રમશે
- આ પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો
- સ્ટાર બોલર સ્પેન્સર જોન્સન ઈજાગ્રસ્ત થતા સિરીઝમાંથી બહાર થયો
ઓસ્ટ્રેલિયાએ સપ્ટેમ્બરમાં સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની T20 સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ બે દેશોનો પ્રવાસ કરશે. આ પ્રવાસ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર બોલર સ્પેન્સર જોન્સન ઈજાગ્રસ્ત છે. આ ઈજાના કારણે તે T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેના સ્થાનની જાહેરાત કરી છે. તેના સ્થાને સીન એબટને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ઈજા થઈ હતી
સ્પેન્સર જોહ્ન્સન ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ઓવલ ઇન્વિન્સીબલ્સ ટીમનો એક ભાગ હતો. આ ટૂર્નામેન્ટ દરમિયાન જ તેને સાઇડ સ્ટ્રેનનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે ઘણા અઠવાડિયા સુધી બહાર રહ્યો હતો. ધ હન્ડ્રેડમાં સ્પેન્સર જોન્સનનુ પ્રદર્શન કંઈ ખાસ નહોતું. તેણે 6 મેચમાં 2 વિકેટ લીધી હતી. સ્પેન્સર જ્હોન્સને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા તરફથી T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધી 5 T20 મેચમાં 6 વિકેટ લીધી છે.
સ્ટાર્કને T20 સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બોલર સ્ટાર્ક ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ સામેની T20 સીરીઝમાં રમતા જોવા નહીં મળે. જોકે તેને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પેટ કમિન્સ પણ આ પ્રવાસમાં જોવા મળશે નહીં. તે ભારત સામેની ટેસ્ટ સિરીઝ પહેલા આરામ કરવા માંગે છે.
સીન એબટનું શાનદાર પ્રદર્શન
ઓસ્ટ્રેલિયાએ સ્પેન્સર જોન્સનની જગ્યાએ સીન એબોટનો સમાવેશ કર્યો છે. તે BBLમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેણે 165 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં સીન એબટ પાસે ઓસ્ટ્રેલિયાની T20 ટીમમાં જગ્યા બનાવવાની તક હશે.
સ્કોટલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાની T20I ટીમ
મિચેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ, ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, ટિમ ડેવિડ, નાથન એલિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, કેમેરોન ગ્રીન, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લીસ (wk), માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા.