વનડે સીરીઝ બાદ હવે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ટી20 સીરીઝ રમાઈ રહી છે. જેની પ્રથમ મેચ આજે બ્રિસબેનમાં રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાનને ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.


ઓસ્ટ્રેલિયાએ પ્રથમ T20 મેચ 29 રને જીતી લીધી હતી. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને એક મોટી ભૂલ કરી હતી, પરંતુ અમ્પાયરોએ પણ રિઝવાનની આ ભૂલ પર ધ્યાન આપ્યું ન હતું. જે બાદ હવે મોટો સવાલ એ છે કે શું રિઝવાનને આ ભૂલની સજા મળશે?

શું હતી એ ભૂલ?

પાકિસ્તાનના સફેદ બોલ ક્રિકેટના નવા કેપ્ટન મોહમ્મદ રિઝવાને આ મેચમાં બોલિંગના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. વાસ્તવમાં વરસાદને કારણે આ મેચ 7-7 ઓવરની હતી. આ મેચમાં એક બોલર વધુમાં વધુ 3 ઓવર ફેંકી શકતો હતો. જ્યારે દરેક બોલર એક કે બે ઓવર નાંખી શકતો હતો. પરંતુ પ્રથમ T20 મેચમાં રિઝવાનને તેના ત્રણ બોલર શાહીન આફ્રિદી, નસીમ શાહ અને હરિસ રઉફ પાસેથી 2-2 ઓવર મળી હતી. જે નિયમો વિરુદ્ધ હતું. પરંતુ રિઝવાનની આ ભૂલ ફિલ્ડ અમ્પાયર અને મેચ રેફરીનું ધ્યાન ગયું ન હતું.

 

પાકિસ્તાનની ખરાબ હાલત

આ મેચમાં વરસાદ વિલન બન્યો હતો. જે બાદ મેચ 7-7 ઓવરની કરવામાં આવી હતી. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 7 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 93 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે શાનદાર બેટિંગ પ્રદર્શન રજૂ કર્યું હતું. મેક્સવેલે પ્રથમ T20 મેચમાં 19 બોલમાં 43 રનની ઈનિંગ રમી હતી. જેમાં 5 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિવાય માર્કસ સ્ટોયાનિશે 21 રન બનાવ્યા હતા.

94 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ 64 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી સાત બેટ્સમેન ડબલ ફિગર સુધી પણ પહોંચી શક્યા ન હતા, જ્યારે ત્રણ ખેલાડીઓ પોતાનું ખાતું પણ ખોલી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયા તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. બાર્ટલેટ અને એલિસે 3-3 જ્યારે એડમ ઝમ્પાએ 2 વિકેટ ઝડપી હતી.

  • Follow us on: