• 24 વર્ષ બાદ પણ ના બદલાયો ઇતિહાસ
  • ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 115 રનથી હરાવ્યું
  • ઓસ્ટ્રેલિયાએ 1-0થી ટેસ્ટ સિરીઝ જીતી

ઓસ્ટ્રેલિયન ટીમે 24 વર્ષ બાદ પાકિસ્તાનનો પ્રવાસ ખેડયો હતો. સમય બદલાયો છે પરંતુ પરિણામ યથાવત્ રહ્યું છે. લાહોર ખાતે રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાએ આપેલા 351 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાનનો બીજો દાવ 235 રનમાં સમેટાઇ ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ 115 રનના માર્જિનથી વિજય હાંસલ કરીને ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી 1-0થી જીતી લીધી હતી.


કમિન્સ-ખ્વાજાનું શાનદાર પ્રદર્શન

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનમાં આ માત્ર ત્રીજી ટેસ્ટ શ્રેણી જીતી છે. 1998માં ઓસ્ટ્રેલિયાએ છેલ્લે પાકિસ્તાનનો પ્રવાસ ખેડયો હતો ત્યારે પણ 1-0ના માર્જિનથી શ્રેણીવિજય મેળવ્યો હતો. બંને ટીમ વચ્ચેની પ્રથમ બે ટેસ્ટ નિરસ રીતે ડ્રો રહી હતી. પેટ કમિન્સને મેન ઓફ ધ મેચ તથા ખ્વાજાને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.


ઓસ્ટ્રેલિયાએ 1-0થી ટેસ્ટ જીતી સિરીઝ

પાંચમા અને અંતિમ દિવસે ટી-ટાઇમ સુધીમાં પાકિસ્તાને બીજા દાવની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોરબોર્ડ ઉપર માત્ર 190 રન નોંધાયા હતા. આ સમયે બાબર આઝમ 46 રને રમી રહ્યો હતો અને પાકિસ્તાનને આશા હતી કે 37 ઓવર રમીને તે કરાચી ટેસ્ટની જેમ આ મેચ પણ બચાવી લેશે. બાબર 55 રને આઉટ થતાની સાથે પાકિસ્તાનનો રકાસ થયો હતો અને 22 રનની અંદર બાકીની વિકેટો પડી ગઇ હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે ત્રણ વિકેટે 227 રનના સ્કોરે પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. 

  • Follow us on: