• પાકિસ્તાન પ્રથમ ઇનિંગમાં 148માં તંબુભેગું

  • સુકાની બાબર આઝમે સૌથી વધુ 32 રન બનાવ્યા

  • ઓસ્ટ્રેલિયાનો બીજા દાવમાં સ્કોર 81/1

ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવના આધારે 408 રનની તોતિંગ લીડ મેળવી હોવા છતાં યજમાન પાકિસ્તાનને ફોલોઓન કરવાના બદલે બીજા દાવની બેટિંગ પસંદ કરી હતી.


ઓસ્ટ્રેલિયાએ ફોલોઓન ના આપ્યો

ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસની રમત દરમિયાન નવ વિકેટે 556 રનનો જંગી સ્કોરે પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ મિચેલ સ્ટાર્કની ત્રણ વિકેટની મદદથી પાકિસ્તાનને પ્રથમ દાવમાં માત્ર 148ના સ્કોરે સમેટી નાખ્યું હતું. ત્રીજા દિવસની રમતના અંતે ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં એક વિકેટે 81 રન બનાવી લીધા હતા અને આમ તે કુલ 489 રન આગળ થયું હતું. સ્ટમ્પના સમયે ઓપનર ખ્વાજા 35 તથા લાબુશેન 37 રન બનાવીને રમી રહ્યા હતા.પાકિસ્તાનના પ્રથમ દાવમાં સુકાની બાબર આઝમ ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે 32 રન બનાવ્યા હતા અને તે સ્વેપસનનો શિકાર બન્યો હતો.

  • Follow us on: