ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચ સિડનીમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 13 રને હરાવ્યું છે. આ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
પાકિસ્તાનના બેટ્સમેનો રહ્યાં હતા નિષ્ફળ

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની T20 સિરીઝની બીજી મેચ સિડનીમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 13 રને હરાવ્યું છે. આ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
પાકિસ્તાનના બેટ્સમેનો રહ્યાં હતા નિષ્ફળ
148 રનના સ્કોરનો પીછો કરતી વખતે પાકિસ્તાનના બેટ્સમેનો ફરી એકવાર નિષ્ફળ રહ્યા હતા. પાકિસ્તાનની ટીમ માત્ર 134 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી ઉસ્માન ખાને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 38 બોલમાં 52 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેના સિવાય ઈરફાન ખાને 28 બોલમાં 37 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પેન્સર જોન્સને 26 રનમાં 5 વિકેટ લીધી હતી. તેના સિવાય એડમ ઝમ્પાએ 2 વિકેટ લીધી હતી.
https://twitter.com/ICC/status/1857755071594819639
હરિસ રઉફે 4 વિકેટ લીધી
આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. મેથ્યુ શોર્ટ અને જેક ફ્રેઝર-મેકગર્કે ઓસ્ટ્રેલિયાને વિસ્ફોટક શરૂઆત અપાવી હતી. બંનેએ 3.4 ઓવરમાં 52 રન ઉમેર્યા હતા. આ દરમિયાન હરિસ રઉફે જેક ફ્રેઝર-મેકગર્કને 32 રન પર આઉટ કર્યો હતો. જે બાદ સુકાની જોશ ઈંગ્લિસ ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા બાદ મેથ્યુ શોર્ટ પણ 32 રન બનાવીને આઉટ થયો હતો.
https://twitter.com/CricCrazyJohns/status/1857752074173247513
આ પછી હરિસ રઉફ અને અબ્બાસ આફ્રિદીએ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને મુક્તપણે રમવાની તક આપી ન હતી. પાકિસ્તાન તરફથી હરિસ રઉફે 22 રનમાં 4 વિકેટ લીધી હતી. તેના સિવાય અબ્બાસ આફ્રિદીએ 17 રનમાં 3 વિકેટ લીધી હતી. તેના સિવાય સુફિયાન મુકીમે 2 વિકેટ લીધી હતી.