• વર્લ્ડકપ પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે વનડે  સીરિઝ
  • ભારતમાં 3 મેચની સીરિઝ રમાશે
  • ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ સીરિઝ માટે ટીમ જાહેર કરી

વનડે વર્લ્ડકપ 2023 પહેલાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 સપ્ટેમ્બરથી 3 મેચની વનડે સીરિઝ રમવામાં આવશે. આ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેપ્ટન પૈટ કમિંસ સહિત સ્ટીવ સ્મિથ, મિચલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલની વાપસી જોવા મળી છે. ઓસ્ટ્રેલિયન ટીમ આ સીરિઝના માધ્યમથી વનડે વર્લ્ડકપની તૈયારી કરશે.

ત્રણેય ખેલાડીની ટીમમાં વાપસી થઈ

ઓસ્ટ્રેલિયન કેપ્ટન પૈટ કમિંસને એશેઝ 2023ની છેલ્લી ટેસ્ટ મેચ ઈજાના કારણે રમી શક્યો નહતો. આ ઉપરાંત સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ પણ ઈજાના કારણે સીરિઝમાં રમી શક્યો નહતો. હવે આ ત્રણેય ખેલાડી સંપૂર્ણફિટ થઈને ટીમમાં પરત ફર્યા છે.

ઓસ્ટ્રેલિયાની ટીમમાં 2 સ્પિનરને મળ્યું સ્થાન

ભારતીય પિચને ધ્યાનમાં રાખી ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં 2 સ્પિન બોલર્સને પણ સ્થાન આપ્યું છે. જેમાં એક એડમ ઝંપાા અને બીજું નામ તનવીર સંઘા છે. આ ઉપરાંત ટીમમાં ત્રીજા સ્પિન વિકલ્પ તરીકે ગ્લેન મેક્સવેલ છે.

સ્પેંસર અને લાબુશેનને પણ ટીમમાં મળ્યું સ્થાન

સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરિધમાં બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરનારા માર્નશ લાબુશેનને ભારત વિરુદ્ધ સીરિઝ પહેલાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. સાથે ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક, કેપ્ટન પૈટ કમિંસ, સીન એબોટ ઉપરાંત જોશ હેઝલવુડ અને સ્પંસર જોનસનને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

બંને દેશ વચ્ચે રમાશે 3 વનડે સીરિઝ

બંને ટીમ વચ્ચે સીરિઝની પ્રથમ વનડે મેચ 22 સપ્ટેમ્બરે મોહાલીના મેદાન પર રમવામાં આવશે. જે બાદ 24 અને 27 સપ્ટેમ્બરે ઈંદોર અને રાજકોટના મેદાનમાં બીજી વનડે મેચ રમવામાં આવશે.

ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની વનડે ટીમ-

પૈટ કમિંસ(કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કૈરી, નાથન એલિસ, કૈમરૂન ગ્રીન, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિશ, સ્પેંસર જોનસન, માર્નશ લાબુશેન, મિચલ માર્શ, ગ્લેન મેક્સવેલ, તનવીર સંઘા, મૈથ્યૂ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એજમ ઝંપા.

  • Follow us on: