• સ્ટેડિયમમાં હજારો લોકોએ ઓસ્ટ્રેલિયાનો આભાર માન્યો
  • ચાહકોનો આવો પ્રેમ જોઈને ગ્લેન મેક્સવેલ ભાવુક થયો
  • શ્રીલંકાનો પ્રેમ નિહાળી ઓસ્ટ્રેલિયાના ખેલાડી આશ્ચર્યચકિત  

શ્રીલંકા હાલમાં આર્થિક અને રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે, ત્યાંના લોકો માટે દરરોજ પસાર કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ સમય દરમ્યાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે શ્રીલંકાનો પ્રવાસ કર્યો. ઓસ્ટ્રેલિયા-શ્રીલંકા વચ્ચે સીરિઝની છેલ્લી ODI ગત દિવસે રમાઈ હતી, ત્યાર બાદ સ્ટેડિયમમાં જે નજારો જોવા મળ્યો હતો તે જબરદસ્ત હતો.

આખું સ્ટેડિયમ ઑસ્ટ્રેલિયા-ઑસ્ટ્રેલિયા

કોલંબોના સ્ટેડિયમમાં હજારો લોકોએ ઓસ્ટ્રેલિયાનો આભાર માન્યો હતો. આખું સ્ટેડિયમ ઑસ્ટ્રેલિયા-ઑસ્ટ્રેલિયાની બૂમો પાડતું હતું.ઓસ્ટ્રેલિયન ક્રિકેટ દ્વારા એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં દર્શકો ઓસ્ટ્રેલિયાનો ખાસ રીતે આભાર માની રહ્યા છે. શ્રીલંકાના ચાહકોની આવી પ્રતિક્રિયા જોઈને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ચાહકોનો આવો પ્રેમ જોઈને ગ્લેન મેક્સવેલ ભાવુક થઈ ગયા તેણે કહ્યું કે, તે ખૂબ જ શાનદાર હતું, હું સાથી ખેલાડીઓ સાથે વાત કરી રહ્યો હતો કે આ અમારા માટે ખાસ લાગણી છે, જે રીતે અમે મેદાન પર ચક્કર લગાવ્યા.

ગ્લેન મેક્સવેલે ભાવુક થયો

ગ્લેન મેક્સવેલે કહ્યું કે વિદેશમાં લોકો આમારે માટે ઉત્સાહિત છે,વધુમાં કહીયું કે, અહીં કોઈ ઓસ્ટ્રેલિયન ચાહકો નથી, પરંતુ અમને જે સમર્થન મળ્યું છે તે, ખાસ છે.ઓસ્ટ્રેલિયન ખેલાડીએ કહ્યું કે શ્રીલંકાના પ્રશંસકો આપણી જર્સી પહેરીને આવ્યા છે, આપણા દેશનો ધ્વજ લહેરાવે છે, તેથી હું ખૂબ જ ભાવુક છે. અહીંના લોકો માટે તે મુશ્કેલીનો સમય છે, અમે તેમની સાથે છીએ.

શ્રીલંકાએ તેને 3-2થી જીતી લીધી

નોંધનીય છે કે, શ્રીલંકા આ દિવસોમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે, આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયાએ પોતાનો પ્રવાસ રદ્દ ન કર્યો અને સમગ્ર શ્રેણી રમવાનો નિર્ણય કર્યો. શ્રીલંકન ક્રિકેટ બોર્ડ માટે આ મહત્ત્વપૂર્ણ હતું, કારણ કે આ સિરીઝથી કરોડો રૂપિયાની કમાણી પણ થાય છે, અને જે અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ છે.જો વનડે શ્રેણીની વાત કરીએ તો શ્રીલંકાએ તેને 3-2થી જીતી લીધી છે

  • Follow us on: