• ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા T20 મેચ ડરબનમાં રમાઈ
  • પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને 111 રને હારાવ્યું
  • ઓસ્ટ્રેલિયાની જીતમાં કેપ્ટન મિશેલનું મહત્વનું યોગદાન

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી T20 ઇન્ટરનેશનલ મેચ ડરબનમાં રમાઇ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાએ 111 રનથી જીત મેળવી હતી અને બીજી સૌથી મોટી T20 ઇન્ટરનેશનલ જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયાની આ જીતમાં કેપ્ટન મિશેલ માર્શનું મહત્વનું યોગદાન રહ્યું હતું.

માર્શે 49 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 92* રનની ઇનિંગ રમી, જેના કારણે ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 226 રન બનાવી શકી. કેપ્ટન માર્શ સિવાય ટીમ માટે છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા ટીમ ડેવિડે 28 બોલમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ 15.3 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આફ્રિકાને સારી શરૂઆત મળી ન હતી

રનનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સારી શરૂઆત કરી શકી ન હતી. ટીમે પહેલા જ ઓવરના પાંચમા બોલ પર ટેમ્બા બાવુમાના રૂપમાં પહેલા વિકેટ ગુમાવી દીધી હતી. બાવુમા ખાતુ ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી ટીમનો દાવ થોડો સ્થિર હતો કે પાંચમી ઓવરના પાંચમા બોલ પર 47 રનના સ્કોર પર ટીમને રાસી વૈન ડેર ડુસેન (21)ના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. રાસી વૈન ડેર ડુસેન સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 2 સિક્સ અને 2 ફોર ફટકારી હતી.

વિકેટ પડવાની પ્રક્રિયા ચાલુ રહી

દક્ષિણ આફ્રિકા પોતાની જાતને સંભાળી શક્યું નહીં અને ટીમની વિકેટો પડવાની પ્રક્રિયા ચાલુ રહી. 7મી ઓવરના છેલ્લા બોલ પર કેપ્ટન એઈડન માર્કરામ 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારપછી 9મી ઓવરના ત્રીજા બોલ પર ડેવાલ્ડ બ્રેવિસ (5) પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો અને બીજા જ બોલ પર ટ્રિસ્ટન સ્ટબ્સ ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. આ રીતે આફ્રિકાએ 8.4 ઓવરમાં તેની અડધી વિકેટ ગુમાવી દીધી હતી.

ત્યાર બાદ થોડો સમય ઈનિંગ રિકવર થઈ હતી, પરંતુ તનવીર સંઘાએ 13મી ઓવરના છેલ્લા બોલ પર માર્કો જેસન (20)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી, ગેરાલ્ડ કોએટ્સી (1) આગલી ઓવરના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ 13મી ઓવરના પાંચમા બોલ પર લિજાડ વિલિયમ્સ (1)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ટીમને 9મો ફટકો ઓપનિંગ પર આવેલા રીઝા હેન્ડ્રીક્સના રૂપમાં લાગ્યો હતો. હેન્ડ્રીક્સ 43 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 56 રન બનાવીને આઉટ થયો હતો. અંતે, ટીમે તેની છેલ્લી વિકેટ 16મી ઓવરના ત્રીજા બોલ પર તબરેઝ શમ્સી (0)ના રૂપમાં ગુમાવી હતી.

ઓસ્ટ્રેલિયન બોલરો ખૂબ જ સારી રીતે ચમક્યા હતા

ઓસ્ટ્રેલિયા તરફથી શાનદાર બોલિંગ જોવા મળી હતી. ટીમ તરફથી તનવરી સંઘાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય માર્કસ સ્ટોઇનિસે 3 વિકેટ પોતાના નામે કરી હતી. સ્પેન્સર જોન્સનને 2 અને સીન એબોટને 1 સફળતા મળી.

  • Follow us on: