- આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો
- અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી રમાશે
- નેધરલેન્ડની ટીમ વધુ એક ધડાકો કરવાની કોશિશમાં
2023ના વર્લ્ડ કપમાં આજે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ વચ્ચે મુકાબલો થશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી રમાશે. સેમિફાઇનલમાં પહોંચવાની તેમની આશાઓને વધુ મજબૂત કરવા માટે, કાંગારૂ આ મેચને મોટા અંતરથી જીતવા માંગશે. સાઉથ આફ્રિકાને હરાવનારી નેધરલેન્ડની ટીમ વધુ એક ધડાકો કરવાની કોશિશમાં રહેશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં ચાર મેચમાં બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. તેનો નેટ રન રેટ -0.193 છે. ટૂર્નામેન્ટની વર્તમાન સ્થિતિને જોતા એવું લાગે છે કે આ વખતે નેટ રન રેટ સેમિફાઇનલમાં પહોંચવામાં મોટી ભૂમિકા ભજવશે.
ઓસ્ટ્રેલિયાની ટીમ એક ફેરફાર સાથે પ્રવેશ કરી શકે છે
કાંગારૂ એક ફેરફાર સાથે નેધરલેન્ડ સામેની મેચમાં પ્રવેશી શકે છે. વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડ ટીમમાં વાપસી કરી શકે છે. જો હેડ આવે તો માર્નસ લેબુશેન આઉટ થઈ શકે છે. જ્યારે મિચેલ માર્શ ત્રીજા નંબર પર રમી શકે છે.
હેડના આવવાથી બોલિંગ પણ મજબૂત બનશે
ઓસ્ટ્રેલિયા પાસે વર્લ્ડ કપમાં એડમ ઝમ્પાના રૂપમાં એક જ સ્પિનર છે. તેની સાથે બીજા સ્પિનરની ભૂમિકા ગ્લેન મેક્સવેલ ભજવી રહ્યો છે. ટ્રેવિસ હેડના આગમનથી ટીમનો સ્પિન વિભાગ વધુ મજબૂત બનશે. એક વિસ્ફોટક બેટ્સમેન હોવા સાથે, હેડ સારી ઓફ-સ્પિન બોલિંગ પણ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન - ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), માર્કસ સ્ટોઈનીસ, મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ (કેપ્ટન), જોશ હેઝલવુડ અને એડમ ઝમ્પા.
નેધરલેન્ડના સંભવિત પ્લેઈંગ ઈલેવન- મેક્સ ઓડાઉડ, વિક્રમજીત સિંહ, કોલિન એકરમેન, બેસ ડી લીડે, સાઇબ્રેંડ એન્જેલબ્રેક્ટ, તેજા નિદામાનુરુ, સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન અને વિકેટકીપર), લોગાન વેન બીક, રોલોફ વાન ડેર મેરવે, પોલ વાન મીકરેન અને આર્યન દત્ત.