- આજે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- કોલકતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં મેચ
- સાઉથ આફ્રિકાએ લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડકપ 2023ની સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની સેમીફાઈનલમાં આવા ઘણા વળાંક આવ્યા જ્યારે એવું લાગી રહ્યું હતું કે કંઈ પણ થઈ શકે છે. પરંતુ અંતે ભારત જીત્યું. આજે ઓસ્ટ્રેલિયામાં સાઉથ આફ્રિકા વચ્ચે બીજી સેમિફાઇનલ રમાશે.આજે 16મી નવેમ્બરે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી સેમીફાઈનલનું થોડું જ્યોતિષીય વિશ્લેષણ જોઈએ.
શું કહે છે જ્યોતિષીય વિશ્લેષણ
આજે સાઉથ આફ્રિકાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરે છે અને સાઉથ આફ્રિકાના 280 રન કરતાં વધુ સ્કોર કરે છે, તો આ ટીમની જીતવાની સંભાવના ઘણી સારી છે. આજે સાઉથ આફ્રિકાનો કોઇ બેટ્સમેન 100 રન બનાવે છે તો જીતવાની આશા પ્રબળ છે. જો ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ બેટિંગ કરે છે અને સ્કોર 270 રનથી નીચે છે, તો સાઉથ આફ્રિકાને જીતવાની તકો ઘણી વધારે છે. આ સ્થિતિમાં જ્યારે સાઉથ આફ્રિકા બીજી ઇનિંગમાં બેટિંગ કરશે ત્યારે તે 48 ઓવરમાં મેચ જીતી લેશે.આજની મેચમાં બેટ્સમેનો કરતા બોલરનું પ્રભુત્વ વધુ જોવા મળશે.
હેડ ટુ હેડ
સાઉથ આફ્રિકા આ વર્લ્ડ કપની બીજી સૌથી સફળ ટીમ છે. આફ્રિકાએ કુલ 9 લીગ મેચોમાંથી 7 જીતી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પણ 9માંથી 7 મેચ જીતી છે. પરંતુ નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટની પ્રથમ બે મેચ હારી ગયું હતું, ત્યારબાદ તેમણે સતત 7 મેચ જીતી છે. જોકે, સાઉથ આફ્રિકાના સારા નેટ રન રેટને કારણે તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી. હવે જોવાનું એ રહે છે કે સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોણ બીજી સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં પ્રવેશ કરે છે.
ભારત પ્રથમ ફાઇનલિસ્ટ બન્યું
ઉલ્લેખનીય છે કે ગત બુધવારે (15 નવેમ્બર) ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સેમીફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 70 રને હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. હવે ફાઇનલ મેચ 19 નવેમ્બર, રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.