• ઓસ્ટ્રેલિયાએ દ.આફ્રિકાને એક ઇનિંગ્સ અને 182 રને હરાવ્યું
  • 16 વર્ષના વનવાસ બાદ દ.આફ્રિકાને ટેસ્ટ સિરીઝમાં હરાવ્યું
  • 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી

મેલબોર્નમાં રમાયેલ દક્ષિણ આફ્રિકા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી છે. આ સાથે તેણે 3 મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ પણ મેળવી લીધી છે અને ટેસ્ટ શ્રેણી પર કબજો કરી લીધો છે. આ સાથે જ તેણે દક્ષિણ આફ્રિકા સામે 16 વર્ષનો વનવાસ સમાપ્ત કર્યો હતો. વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાએ છેલ્લે 16 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી.

[[$googlead]]

[[$alsoread]]

ઓસ્ટ્રેલિયાએ દ.આફ્રિકાને એક દાવ 182 રનથી હરાવ્યું

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બોક્સિંગ ડે ટેસ્ટ 4 દિવસ પણ ચાલી ન હતી. ચોથા દિવસના બીજા સેશનમાં જ રમત સમાપ્ત થઈ ગઈ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને એક દાવ અને 182 રનથી હરાવ્યું હતું. ચોથા દિવસે રમત શરૂ થઈ ત્યારે દક્ષિણ આફ્રિકાની 9 વિકેટ હાથમાં હતી. પરંતુ, બીજા સત્રના અંત પહેલા જ તેની 9 વિકેટોનો ઢગલો થઈ ગયો હતો. દક્ષિણ આફ્રિકાનો બીજો દાવ 204 રનમાં સમેટાઈ ગયો હતો. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 6 વિકેટે જીતી હતી.


દ.આફ્રિકા પ્રથમ દાવ-189, ઓસ્ટ્રેલિયા-575/8

મેલબોર્નમાં રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બોલિંગ કરતા સાઉથ આફ્રિકાનો પહેલો દાવ માત્ર 189 રનમાં સમેટાઈ ગયો હતો. આ સતત 7મી વખત હતું જ્યારે દક્ષિણ આફ્રિકા તેની ટેસ્ટ ઇનિંગ્સમાં 200 રન બનાવી શક્યું ન હતું. પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાને 200 રનમાં ઓલઆઉટ કર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ તેનો પ્રથમ દાવ 8 વિકેટે 575 રને ડિકલેર કર્યો હતો.

100મી ટેસ્ટમાં ડેવિડ વોર્નરની બેવડી સદી

ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ દાવમાં પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા ડેવિડ વોર્નરે શાનદાર બેવડી સદી ફટકારી હતી. તેના સિવાય વિકેટ કીપર બેટ્સમેન એલેક્સ કેરીએ 103 રનની ઇનિંગ રમી હતી. MCG ખાતે રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર હોવા ઉપરાંત કેરી 2013 પછી ટેસ્ટમાં સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર પણ બન્યો હતો.


દ.આફ્રિકા સિરીઝ હાર્યું, ઓસ્ટ્રેલિયાનો વનવાસ સમાપ્ત

ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ બનાવેલા આ રેકોર્ડ્સનો ભાર દક્ષિણ આફ્રિકા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં બનાવેલા 396 રનની લીડ હેઠળ આફ્રિકન ટીમ એટલી દબાણમાં હતી કે તે તેની બીજી ઇનિંગમાં માત્ર 204 રન જ બનાવી શકી હતી અને પછી જે પરિણામ રહ્યું તે હવે દુનિયાની સામે છે.

  • Follow us on: