- માર્શે ઓસ્ટ્રેલિયા તરફથી ત્રણેય ફોર્મેટમાં કુલ 126 મેચ રમી
- 38 ટેસ્ટમાં 2265, 73 વન-ડેમાં 2,773, 15 T20માં 255 રન બનાવ્યા
- 2021-22માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાને શેફિલ્ડ શિલ્ડમાં ચેમ્પિયન બનાવી હતી
ઓસ્ટ્રેલિયન બેટ્સમેન શોન માર્શે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. 2000-01ની સિઝનમાં શેફિલ્ડ શિલ્ડ સાથે પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીનો પ્રારંભ કરનાર માર્શે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી 8,347 રન બનાવ્યા હતા જેમાં 20 સદી અને 43 અડધી સદી સામેલ છે. તે શેફિલ્ડ શિલ્ડમાં હાઇએસ્ટ રન બનાવવાના મામલે ત્રીજા ક્રમાંકે છે.
ઓસ્ટ્રેલિયા તરફથી 126 મેચ રમી
માર્શે ઓસ્ટ્રેલિયા તરફથી ત્રણેય ફોર્મેટમાં કુલ 126 મેચ રમી હતી. માર્શે 38 ટેસ્ટમાં 2265 રન, 73 વન-ડેમાં 2,773 તથા 15 T20માં 255 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટમાં છ તથા વન-ડેમાં સાત સદી ફટકારી હતી. માર્શે 2021-22માં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું હતું અને 1998-99 બાદ પ્રથમ વખત પોતાની ટીમને શેફિલ્ડ શિલ્ડમાં ચેમ્પિયન બનાવી હતી.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મજબૂત રેકોર્ડ
ઓવરઓલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માર્શે 183 મેચની 234 ઇનિંગ્સમાં 41.20ની સરેરાશથી 12,032 રન બનાવ્યા હતા અને તેણે 32 સદી અને 58 અડધી સદી ફટકારી હતી. માર્શ પોતાની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ 2019ના જૂન મહિનામાં રમી હતી. 15મી જૂને ઓવલ ગ્રાઉન્ડ ખાતે શ્રીલંકા સામેની વન-ડેમાં માર્શે માત્ર ત્રણ રન બનાવ્યા હતા.