• પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે
  • પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પાસે ઈતિહાસ રચવાની તક
  • વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી શકે છે બાબર આઝમ

પાકિસ્તાન ક્રિકેટ ટીમ આ દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે 4 T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની છેલ્લી મેચ આજે લંડનના કેનિંગ્ટન ઓવલમાં રમાશે. આ મેચમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ પાસે ઈતિહાસ રચવાની તક છે. એટલું જ નહીં તે વિરાટ કોહલીનો વર્લ્ડ રેકોર્ડ પણ તોડી શકે છે.

બાબરે બનાવ્યા છે 3987 રન

બાબર આઝમ હાલમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે છે. તેણે અત્યાર સુધી રમાયેલી 118 મેચોની 111 ઇનિંગ્સમાં 41.10ની એવરેજ અને 129.91ની સ્ટ્રાઇક રેટથી 3987 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 36 અડધી સદી અને 3 સદી ફટકારી છે. T20Iમાં તેનો સર્વોચ્ચ સ્કોર 122 રન છે. આ યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે.


બાબરે ફટકારવી પડશે ફિફ્ટી

વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં 117 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે 109 ઇનિંગ્સમાં 51.75ની એવરેજ અને 138.15ની સ્ટ્રાઇક રેટથી 4037 રન બનાવ્યા છે. T20Iમાં તેના નામે 37 અડધી સદી અને 1 સદી છે. ક્રિકેટના આ સૌથી ટૂંકા ફોર્મેટમાં વિરાટ કોહલીનો સર્વોચ્ચ સ્કોર અણનમ 122 રન છે. જો બાબર આઝમ ઈંગ્લેન્ડ સામેની ચોથી T20 મેચમાં 51 રન બનાવી લે છે, તો તે વિરાટ કોહલીને પાછળ છોડીને T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.

T20Iમાં સૌથી વધુ રન

  • વિરાટ કોહલી: 4037 રન
  • બાબર આઝમ : 3987 રન
  • રોહિત શર્માઃ 3974 રન
  • પોલ સ્ટર્લિંગઃ 3589 રન
  • માર્ટિન ગુપ્ટિલ: 3531 રન
  • Follow us on: