• ભારત વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે
  • ભારતીય ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુથી સંક્રમિત
  • શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાંથી થઈ શકે બહાર

વર્લ્ડ કપ 2023 શરૂઆત થઇ ગઇ છે. ભારત તેની પ્રથમ મેચ રવિવારે એટલે કે 8મી ઓક્ટોબરે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. આ પહેલા ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુનો શિકાર બન્યો છે. મળતી માહિતી મુજબ શુભમન ગિલ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાંથી પણ બહાર થઈ શકે છે. પરંતુ હાલમાં આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

શુભમનનો ડેન્ગ્યું ટેસ્ટ પોઝિટિવ

[[$googlead]]

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઈમાં મેચ રમાવાની છે. આ પહેલા ભારતીય ટીમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. પરંતુ શુભમને પ્રેક્ટિસમાં ભાગ લીધો નથી. તેમનો ડેન્ગ્યુનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. હાલમાં શુભમન મેનેજમેન્ટ અને ડોક્ટરોની દેખરેખમાં છે. શુક્રવારે ફરીથી તેની તપાસ કરવામાં આવશે. જો શુભમનની રિકવરી સારી રહેશે તો રમવાની શક્યતા છે. પરંતુ જો તે સ્વસ્થ નહીં થાય તો તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાંથી બહાર થઈ જશે.

[[$alsoread]]

કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે

ભારતીય ટીમ શુભમનના વિકલ્પની શોધમાં રહેશે. ભારત પાસે ઈશાન કિશન અને કેએલ રાહુલના રૂપમાં બે વિકલ્પ છે. કેએલ રાહુલને કેપ્ટન રોહિત શર્માની સાથે ઓપનિંગ કરી શકે છે. કેએલ રાહુલની વાત કરીએ તો તે ભારત માટે 16 ODI મેચોમાં ઓપનર તરીકે રમ્યો છે. આ દરમિયાન તેણે 669 રન બનાવ્યા છે. આ સ્થાન પર બેટિંગ કરતી વખતે રાહુલે 2 સદી અને 5 અડધી સદી પણ ફટકારી છે. નંબર 2 પર બેટિંગ કરતી વખતે તેણે 7 ODI મેચ રમી છે. આ દરમિયાન 246 રન બનાવ્યા છે.

ગિલ 2023માં વનડેમાં ભારતનો ટોપ સ્કોર

શુભમન ગિલ આ વર્ષે શાનદાર ફોર્મમાં છે. ગિલ 2023માં વનડેમાં ભારતનો ટોપ સ્કોરર છે. આ ઓપનરે 2023માં 20 વનડે મેચમાં 72.35ની એવરેજ અને 105.03ની સ્ટ્રાઈક રેટથી 1,230 રન બનાવ્યા છે.

ન્યુઝીલેન્ડની 9 વિકેટે જીત

તમને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ન્યુઝીલેન્ડે 9 વિકેટે જીત મેળવી હતી. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. તે રવિવારે ચેન્નાઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે

  • Follow us on: