• વેસ્ટ ઈન્ડિઝ હાલમાં બે મેચની સીરિઝમાં 0-1થી પાછળ છે
  • ભારતના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ પીચને ધીમી ગણાવી
  • પારસ મ્હામ્બ્રેએ વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોની પણ ટીકા કરી

ભારતના બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ બીજી ટેસ્ટ મેચ માટે ઉપયોગમાં લેવાતી પિચને ખૂબ જ ધીમી ગણાવી હતી. આ સાથે તેણે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોની પણ ટીકા કરી હતી. ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચે પારસ મ્હામ્બ્રેએ બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના ડિફેન્સિવ રમત માટે તેમના બેટ્સમેનો પર નિશાન સાધ્યું છે. આ સાથે તેણે પિચ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ચાલો જાણીએ તેમણે શું કહ્યું.

બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ બીજી ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતી પિચને બેટિંગ માટે ખૂબ જ ધીમી ગણાવી હતી. આ સાથે તેમણે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોની શોટ રમવાનો પ્રયાસ પણ ન કરવા બદલ ટીકા કરી હતી.

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો પણ કરી ટીકા
વેસ્ટ ઈન્ડિઝ હાલમાં બે મેચની સીરિઝમાં 0-1થી પાછળ છે. તેણે બીજી ટેસ્ટમાં ભારતના 438 રનના જવાબમાં ત્રીજા દિવસે રન બનાવવા માટે કોઈ ખાસ પ્રયત્નો કર્યા ન હતા. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં કેરેબિયન ટીમે પાંચ વિકેટે 229 રન બનાવી લીધા હતા અને તે ભારત કરતા 209 રન પાછળ છે.


પીચને ગણાવી ખૂબ ધીમી
ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ પ્રેસ કોન્ફરન્સમાં મ્હામ્બ્રેએ કહ્યું, "પીચ ખૂબ જ ધીમી છે અને તેના પર બેટિંગ કરવા માટે ખૂબ જ સરળ છે. વેસ્ટ ઈન્ડિઝે બેટિંગમાં ખૂબ જ ડિફેન્સિવ રમત રમી હતી. જ્યારે બેટ્સમેન શોટ રમવાનો પ્રયાસ કરે છે, ત્યારે વિકેટ લેવાની પણ તક હોય છે, પરંતુ તેઓએ આવો પ્રયાસ કર્યો ન હતો."

તેણે આગળ કહ્યું, "અમારા બોલરોએ પ્રભાવશાળી પ્રદર્શન કર્યું. તેઓએ જે પણ તકો મળી તેનો લાભ લીધો. પિચ જીવંત હોવી જોઈએ. બેટ્સમેન અને બોલરો માટે સંતુલન હોવું જોઈએ. ડોમિનિકામાં પિચમાં ટર્ન હતો, પરંતુ અમે પરિસ્થિતિઓનો સારો ઉપયોગ કર્યો. જોકે આ પીચ પર 20 વિકેટ લેવી મુશ્કેલ હશે."

મુકેશ કુમારના પ્રદર્શનના કર્યા વખાણ
ભારતીય બોલિંગ કોચે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઝડપી બોલર મુકેશ કુમારના પ્રદર્શનથી સંતોષ વ્યક્ત કર્યો હતો, જેણે કિર્ક મેકેન્ઝીના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ લીધી હતી. મ્હામ્બ્રેએ કહ્યું, "પહેલા સત્રમાં પહેલો બોલ લીધા પછી તેણે જે પ્રગતિ દર્શાવી તેનાથી હું ખૂબ જ ખુશ છું. બીજા સત્રમાં તેણે બોલને થોડો મૂવ કર્યો હતો. તે ખરેખર સારો પ્રયાસ હતો."

  • Follow us on: