• શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે
  • બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશના કેપ્ટને ખરાબ નિર્ણય લીધો
  • યુઝર્સ તેને સદીનું સૌથી ખરાબ રિવ્યું ગણાવી રહ્યા છે

શ્રીલંકાની ક્રિકેટ ટીમ આ દિવસોમાં બાંગ્લાદેશના પ્રવાસે છે. આ દરમિયાન બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી ટેસ્ટના પહેલા જ દિવસે મેદાન પર કંઈક એવું જોવા મળ્યું જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. મેચ દરમિયાન બાંગ્લાદેશના કેપ્ટને એવો ડીઆરએસ નિર્ણય લીધો કે તેની બદનામી થઈ રહી છે. લોકો સોશિયલ મીડિયા પર બાંગ્લાદેશના કેપ્ટનની ટીકા કરી રહ્યા છે અને તેની મજા લઈ રહ્યા છે.

44મી ઓવરની ઘટના

આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામે 44મી ઓવર ફેંકી હતી. કુસલ મેન્ડિસે ઓવરના ચોથા બોલનો સામનો કર્યો હતો. તેણે બેકવર્ડ પોઈન્ટ તરફ બેક ફૂટ પર ફ્લેટ ગુડ લેન્થ બોલ માર્યો. બોલ સંપૂર્ણપણે બેટ સાથે અથડાયો, પરંતુ સ્લિપ પર ઉભેલા બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ એલબીડબ્લ્યુની અપીલ કરી.

બોલરે અપીલ કરી ન હતી

શાંતો સિવાય કોઈ પણ ફિલ્ડર અને ખુદ બોલરે પણ કોઈ અપીલ કરી ન હતી. શાંતોનું માનવું હતું કે બોલ પેડ સાથે અથડાયો હતો. આ પછી તેણે વધારે વિચાર્યા વગર રિવ્યુ લીધો. રિવ્યુમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બોલ સીધો બેટ સાથે અથડાયો હતો. ત્યારથી શાંતોની બદનામી થઈ રહી છે. યુઝર્સ તેને સદીનું સૌથી ખરાબ રિવ્યું ગણાવી રહ્યા છે.

મેચની સ્થિતિ

મેચની વાત કરીએ તો પહેલા દિવસે સ્ટમ્પ સુધી શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવીને 314 રન બનાવી લીધા છે. દિનેશ ચાંદીમલ 34 રન અને કેપ્ટન ધનંજય ડી સિલ્વા 15 રન બનાવીને ક્રીઝ પર હાજર છે. તેના પહેલા નિશાન મદુષ્કાએ 57, દિમુથ કરુણારત્નેએ 86, કુસલ મેન્ડિસે 93 અને એન્જેલો મેથ્યુઝે 23 રન બનાવ્યા હતા.

  • Follow us on: