- બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે BCBના ડિરેક્ટરે રાજીનામું આપ્યું
- જલાલ યુનુસે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો
- જલાલ યુનુસે કહ્યું કે,તેમણે ક્રિકેટના હિતમાં આ નિર્ણય લીધો છે
બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે BCBના ડિરેક્ટર અને ક્રિકેટ ઓપરેશન્સના અધ્યક્ષ જલાલ યુનુસે પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર અને ક્રિકેટ ઓપરેશન્સના અધ્યક્ષ જલાલ યુનુસે કહ્યું કે, તેમણે ક્રિકેટના હિતમાં આ નિર્ણય લીધો છે. દેશમાં સરકાર બદલાયા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની તપાસ ચાલી રહી છે.
જલાલ યુનુસે નિવેદન બહાર પાડ્યું હતું
પોતાના પદ પરથી રાજીનામાની પુષ્ટિ કરતા જલાલ યુનિસે કહ્યું, 'મેં ક્રિકેટના હિતમાં બોર્ડના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે ભવિષ્યમાં બોર્ડમાં વધુ ફેરફારોની આશા પણ વ્યક્ત કરી હતી.' આ પહેલા BCB પ્રમુખ નઝમુલ હસને પણ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ સરકારમાં સહયોગ કરવા માંગે છે.
સરકારની દખલગીરી વધી શકે છે
જલાલના રાજીનામાની સૌથી મોટી અસર બાંગ્લાદેશમાં ક્રિકેટ ઓપરેશન પર પડશે. આ વર્ષના અંતમાં બાંગ્લાદેશમાં મહિલા T20 વર્લ્ડકપનું આયોજન થવાનું છે. પરંતુ ત્યાંની પરિસ્થિતિઓને કારણે તેને અન્ય દેશમાં પણ શિફ્ટ કરી શકાય છે. જો બોર્ડ ક્રિકેટના અધ્યક્ષ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દે તો સરકારની દખલગીરી વધી જશે.
બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે
બાંગ્લાદેશની પુરૂષ ક્રિકેટ ટીમ હાલ પાકિસ્તાનના પ્રવાસે છે. અહીં તેણે વનડે અને ટેસ્ટ સિરીઝ રમવાની છે. ટેસ્ટ સિરીઝ 21 ઓગસ્ટથી શરૂ થશે. પ્રથમ મેચ 21 થી 25 ઓગસ્ટ દરમિયાન રાવલપિંડીમાં રમાશે. જ્યારે બીજી અને છેલ્લી ટેસ્ટ મેચ પણ રાવલપિંડીમાં 30 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર વચ્ચે રમાશે.