બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન માટે તેના કરિયરના અંતિમ તબક્કામાં ખરાબ સમાચાર આવ્યા છે. શાકિબની બોલિંગ એક્શનને શંકાસ્પદ માનવામાં આવી રહી છે, જેના કારણે તેની બોલિંગ એક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે આ ખેલાડી ક્યારેય બોલિંગ કરી શકશે નહીં.
સમાપ્ત થઈ શકે છે કરિયર
શાકિબ અલ હસન તેના ક્રિકેટ કરિયરના અંતિમ તબક્કામાં છે. આ દરમિયાન જ તેના માટે આ ખરાબ સમાચાર આવ્યા. જે બાદ તેનું કરિયર જલ્દી પૂર્ણ થઈ શકે છે. હાલમાં શાકિબ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો હતો. સરે તરફથી રમતી વખતે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેની બોલિંગ એક્શનની તપાસ કરાવી.
ICC નિયમો હેઠળ લગાવવામાં આવ્યો પ્રતિબંધ
કાઉન્ટી ક્રિકેટ દરમિયાન ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે શાકિબની બોલિંગ એક્શનની તપાસ કરી હતી, જેમાં તેની બોલિંગ એક્શન શંકાસ્પદ જણાઈ હતી. જે બાદ શાકિબ પર ICCના નિયમો હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે અંગે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પણ માહિતી શેર કરી છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે હવે શાકિબ પરના પ્રતિબંધને સાર્વજનિક કરી દીધો છે.
બાંગ્લાદેશ ટીમની બહાર છે શાકિબ
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થિતિ વણસી રહી છે. શાકિબ પર બાંગ્લાદેશમાં હિંસા દરમિયાન એક વ્યક્તિની હત્યા કરવાનો પણ આરોપ હતો. જે બાદ તેની સામે બાંગ્લાદેશમાં પણ કેસ ચાલી રહ્યો છે. ત્યારથી શાકિબ બાંગ્લાદેશ ટીમનો ભાગ રહ્યો નથી અને તેને રાષ્ટ્રીય ટીમમાંથી પણ બહાર રાખવામાં આવ્યો છે.
શાકિબનું ક્રિકેટ કરિયર
શાકિબ અલ હસન બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 71 ટેસ્ટ, 247 વનડે અને 129 ટી-20 મેચ રમી ચૂક્યો છે. 71 ટેસ્ટમાં બોલિંગ દરમિયાન તેને 246 વિકેટ લીધી છે. આ સિવાય તેને વનડેમાં 317 અને ટી20માં 149 વિકેટ ઝડપી છે. આ સિવાય શાકિબે 71 IPL મેચો પણ રમી છે, જેમાં તેણે બોલિંગ દરમિયાન 63 વિકેટ લીધી હતી.