- વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાત વર્ષ બાદ બાંગ્લાદેશ પહોંચી
- 2015માં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો
- ભારતે કુલ 4 દ્વિપક્ષીય વનડે શ્રેણી રમી છે
ભારતીય ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાત વર્ષ બાદ બાંગ્લાદેશ પહોંચી છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 2015માં બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે શ્રેણી રમી હતી, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
2015માં બાંગ્લાદેશ સામે હારનો સામનો કરવો પડ્યો હતો
ભારતીય ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાત વર્ષ બાદ બાંગ્લાદેશ પહોંચી છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 2015માં બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે શ્રેણી રમી હતી, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પાસે તે હારનો બદલો લેવાની તક છે.ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ મેચ રવિવારે (4 ડિસેમ્બર) રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યાથી ઢાકામાં રમાશે.
વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાત વર્ષ બાદ બાંગ્લાદેશ પહોંચી
ભારતીય ટીમે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં કુલ 4 દ્વિપક્ષીય વનડે શ્રેણી રમી છે. આ વખતે બંને ટીમો વચ્ચે પાંચમી સિરીઝ રમાશે. આ ચાર શ્રેણીમાંથી ભારતીય ટીમે પ્રથમ ત્રણ પર કબ્જો કરી લીધો છે. બાંગ્લાદેશે જૂન 2015માં રમાયેલી ચોથી શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા.
ભારતીય વનડે ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, રજત પાટીદાર, શ્રેયસ ઐયર, રાહુલ ત્રિપાઠી, ઋષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, અક્ષર પટેલ , વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર અને કુલદીપ સેન.