• બાંગ્લાદેશના ક્રિકેટર લિટન દાસના ઘરને લઈને મોટો દાવો કરવામાં આવી રહ્યો છે
  • પ્રદર્શનકારીઓ તેના ઘરને આગ લગાવી દીધી છે
  • લિટન દાસનો જન્મ બંગાળી હિંદુ પરિવારમાં થયો

બાંગ્લાદેશમાં હાલમાં હિંસાની આગ ભભૂકી રહી છે. અનામત કાયદાને કારણે ફાટી નીકળેલી હિંસામાં 400 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિવિધ સ્થળોએ આગચંપી અને હિંસાએ સમગ્ર દેશનું વાતાવરણ બગાડ્યું છે. રાજધાની ઢાકામાં જ 4 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ બધા વચ્ચે મંગળવારે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૂર્વ કેપ્ટન મશરફી મોર્તઝાની સાથે લિટન દાસના ઘરને પણ આગ લગાવવામાં આવી હતી.

લિટન દાસના ઘરમાં આગ લાગી નથી. સોશિયલ મીડિયા પર ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે મશરફીનું ઘર લિટનનું ઘર છે. તમને જણાવી દઈએ કે કોણ છે લિટન દાસ અને બાંગ્લાદેશમાં હિન્દુઓની શું હાલત છે.

લિટન દાસનો જન્મ બંગાળી હિંદુ પરિવારમાં થયો

29 વર્ષના લિટન દાસનો જન્મ 13 ઓક્ટોબર 1994ના રોજ બાંગ્લાદેશના દિનાજપુરમાં થયો હતો. લિટન બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન રહી ચૂક્યો છે. હાલમાં તે ટીમમાં વિકેટકીપર અને ઓપનિંગ બેટ્સમેનનો રોલ પ્લે કરે છે. બંગાળી હિન્દુ પરિવારમાં જન્મેલા લિટન દાસ 13 વર્ષની ઉંમરથી ક્રિકેટ રમી રહ્યો છે. તેને 2007-08માં બાંગ્લાદેશ અંડર-15નું પ્રતિનિધિત્વ કર્યું હતું.

https://twitter.com/HansrajMeena/status/1820698871099531328 

લિટન બાંગ્લાદેશ માટે અત્યાર સુધીમાં 41 ટેસ્ટ, 91 વનડે અને 89 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે. બાંગ્લાદેશના વનડે ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવવાનો રેકોર્ડ પણ લિટલ દાસના નામે છે. તેને 2020માં ઝિમ્બાબ્વે સામે 175 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવાય લિટન દાસ ઘણી ટી-20 લીગમાં પણ રમી ચુક્યો છે. હાલમાં જ તેને ટી20 વર્લ્ડકપમાં ભાગ લીધો હતો. જેમાં તેણે અફઘાનિસ્તાન સામેની સુપર 8 મેચમાં 54 રનની અણનમ ઈનિંગ રમી હતી.

9 મેચમાં કરી છે કેપ્ટનશિપ

લિટન દાસને પણ બાંગ્લાદેશની કેપ્ટનશિપની તક મળી છે. તમીમ ઈકબાલની અચાનક નિવૃત્તિ બાદ લિટનને બાંગ્લાદેશની કેપ્ટનશિપની તક મળી છે. બાદમાં તમિમે નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. તેને 2021 થી 2023 સુધી 9 મેચમાં કેપ્ટનશિપ કરી હતી. આમાં 4 ડિસેમ્બર 2022ના રોજ રમાયેલી મેચનો પણ સમાવેશ થાય છે. જેમાં બાંગ્લાદેશે ભારતને 1 વિકેટે હરાવ્યું હતું.

લિટન દાસે તેની ગર્લફ્રેન્ડ દેવશ્રી બિસ્વાસ સોનચિતા સાથે 28 જુલાઈ 2019ના રોજ લગ્ન કર્યા હતા. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. દેવશ્રીનો જન્મ બાંગ્લાદેશના મીરપુરમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. દેવશ્રી અને લિટન દાસ એક પુત્રીના માતા-પિતા છે. તેમની પુત્રીનો જન્મ નવેમ્બર 2023માં થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. મંદિરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે, પરંતુ લિટન દાસ વિશે જે દાવો કરવામાં આવી રહ્યો છે તે અત્યારે ખોટો સાબિત થઈ રહ્યો છે.