• બાંગ્લાદેશનો 227 રનથી પરાજય 
  • ઈશાન કિશન પ્લેયર ઓફ ધ મેચ બન્યો
  • ભારત તરફથી સૌથી વધુ વિકેટ શાર્દૂલ ઠાકુરે લીધી

એક તરફિ ત્રીજી ODI ભારતે 227 રને જીતી લીધી છે. ભારતીય ટીમે આપેલા410 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં માત્ર 182 રનના જ કરી શકી હતી. ભારતીય ટીમ તરફથી સૌથી વધુ વિકેટ શાર્દૂલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટલે અને ઉમરાન મલિકે 2-2 વિકેટ લીધી હતી. તો કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને વોશિંગ્ટન સુંદરને 1-1 વિકેટ મળી હતી. બાંગ્લાદેશ તરફથી શાકિબ અલ હસને 43 રન બનાવ્યા હતા. તો લિટન દાસે 29 રન કર્યા હતા. જોકે બાંગ્લાદેશે ત્રણ મેચની વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી છે.

એક તરફી મેંચમાં ભારતની જીત

ભારતે ત્રણ વનડે શ્રેણીમાં ત્રીજી મેચમાં બાંગ્લાદેશને 227 રને હરાવ્યું હતું. બાંગ્લાદેશની આ હારથી શ્રેણી ક્લીન સ્વીપ કરવાનું સપનું રોળાયું ગયું હતું. બાંગ્લાદેશે શ્રેણી 2-1થી જીતી લીધી છે.ત્રીજી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 50 ઓવરમાં આઠ વિકેટે 409 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 34 ઓવરમાં 182 રનમાં સમેટાઈ ગઈ હતી.

ભારતની શાનદાર જીત

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રમાઈ રહેલી 3 વન-ડે મેચમાં ભારતે બાંગ્લાદેશને 410 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશની શરૂઆત ખરાબ રહી છે. પાવરપ્લેના અંત પહેલા બાંગ્લાદેશના ઓપનર પવેલિયન ભેગા થયા હતા. ભારતીય ટીમ તરફથી અક્ષર પટેલે બે વિકેટ જ્યારે મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી. હાલ શાકિબ અલ હસન અને યાશીર અલી બેંટીગ કરી રહ્યા છે.

ભારતની મજબુત શરઆત

શિખર ધવનનું કંગાળ ફોર્મ જારી છે. તે માત્ર 3 રન બનાવી આઉટ થય ગયો હતો. ઈશાન કિશને ડબલ સેન્ચુરી બનાવી હતી. કિશને 131 બોલમાં 210 રન ફટકારીને આઉટ થયો હતો. તેના અને વિરાટ કોહલી વચ્ચે 250+ રનની જંગી પાર્ટનરશિપ થઈ હતી. વિરાટ કોહલીએ પણ ત્રણ વર્ષના દુકાળનો અંત ઈન્ટરનેશનલ કરિયરની 72મી અને વન-ડે કરિયરની 44મી સેન્ચુરી ફટકારી છે.

કેએલ રાહુલને કેપ્ટનશિપની જવાબદારી 

બાંગ્લાદેશની ટીમે પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0ની લીડ મેળવી હતી. આવી સ્થિતિમાં, આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે જીત નોંધાવીને ક્લીન સ્વીપથી બચવા માંગશે. ઈજાના કારણે નિયમિત કેપ્ટન રોહિત શર્મા, કુલદીપ સેન અને દીપક ચહર આ મેચમાંથી બહાર થઈ ગયા છે. રોહિતની બહાર થવાના કારણે કેએલ રાહુલને કેપ્ટનશિપની જવાબદારી મળી છે.

ઈજાના કારણે રેગ્યુલર કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ ટૂરમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ કેએલ રાહુલ આજે ટીમની કેપ્ટનશિપ કરશે. તો ટીમના અન્ય બે પ્લેયર્સ પણ ઈજાના કારણે બહાર થઈ ગયા છે. ફાસ્ટ બોલર્સ દીપક ચહર અને કુલદીપ સેન પણ ઈજાના કારણે બહાર થઈ ગયા છે.ભારતની ટીમમાં  ઈશાન કિશન અને કુલદીપ યાદવની વાપશી થઈ છે.

ભારતે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા

બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ બે ફેરફાર કર્યા છે. રોહિત શર્મા અને દીપક ચહરના સ્થાને ઈશાન કિશન અને કુલદીપ યાદવને પ્લેઇંગ-11માં જગ્યા મળી છે.

ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), ઈશાન કિશન, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક.

બાંગ્લાદેશ: લિટન દાસ (કેપ્ટન), અનામુક હક, શાકિબ અલ હસન, નજમુલ હસન શાન્તો, મુશ્ફિકર રહીમ, મહમદુલ્લાહ, અફિફ હુસૈન, મેહદી હસન મિરાજ, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન અને ઇબાદત હુસૈન.

  • Follow us on: