- એશિયા કપની બીજી મેચ પૂર્ણ
- શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ હતી મેચ
- શ્રીલંકાએ બાંગ્લાદેશને હરાવ્યું
એશિયા કપ 2022 જીતનારી શ્રીલંકાની ટીમે પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. શ્રીલંકાએ પોતાની પ્રથમ મેચમાં જ બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું છે. શ્રીલંકન બોલરના શાનદાર પ્રદર્શનને લઈ બાંગ્લાદેશની ટીમ આ મેચમાં 164 રન પર ઓલઆઉટ થઈ હતી. જે બાદ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 39 ઓવરમાં 5 વિકેટના નુકસાને આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લીધો છે. શ્રીલંકા માટે ચરિથ અસાલંકા અને સદીરા સમરવિક્રમાએ ફિફ્ટી ફટકારી છે.
15 રનમાં શ્રીલંકાના 2 ખેલાડી આઉટ થયા હતા
165 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી રહી નહતી. ટીમે 13ના સ્કોરે એક અને 15ના સ્કોરે બે વિકેટ ગુમાવી હતી. જે બાદ સદીરા સમરાવિક્રમા સાથે મળીને કુસલ મેંડિસે ત્રીજી વિકેટ માટે 28 રનની પાર્ટનરશિપ કરી હતી. આ દરમિયાન બંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને 43ના સ્કોરે શ્રીલંકાને ત્રીજો ઝટકો કુલસ મેંડિસના રૂપે આપ્યો હતો. જે બાદ ફરી એક વખથ મેંચ બાંગ્લાદેશ તરફ જતી જોવા મળી હતી.
સમરાવિક્રમા અને અસાલંકાની પાર્ટનરશિપે અપાવી જીત
કુલસ મેંડિસના આઉટ થયા બાદ બેટિંગ કરવા ઉતરેલા ચરિથ અસાલંકાએ સદીરા સમરાવિક્રા સાથે ઈનિંગ આગળ વધારી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 117 બોલ પર 78 રનની પાર્ટનરશિપ છઈ હતી. સમરવિક્રમા આ મેચમાં 54 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે ચરિથ અસાલંકાએ આ મેચમાં 92 બોલ પર અણનમ 62 રનની અણનમ ઈનિંગ રમી છે.
બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર ફેલ
બાંગ્લાદેશ ટીમના કેપ્ટન શાકિબ અલ હસને આ મેચમાં ટોસ જીત્યા બાદ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ માટે ઈનિંગની શરૂઆત કરવા ઉતરેલા મોહમ્મદ નઈમ અને તજીંદ હસન સારી શરૂઆત કરાવવામાં સફળ રહ્યા નહતા. પોતાની પ્રથમ મેચ રમી રહેલો તંજીદ ખાતું ખોલ્યા વિના આઉટ થયો હતો. સાથે 25ના સ્કોર પર બાંગ્લાદેશની ટીમને બીજો ઝટકો મોહમ્મદ નઈમના રૂપે લાગ્યો હતો, જ્યારે 36ના સ્કોર પર કેપ્ટન શાકિબ અલ હસન આઉટ થયો હતો.
શાંતોએ ઈનિંગ સંભાળવાનો પ્રયાસ કર્યો
એશિયા કપની શરૂઆત બુધવારે પાકિસ્તાન અને નેપાળ વચ્ચેની ટક્કરથી થઈ હતી. એશિયા કપના બીજી યજમાન દેશ શ્રીલંકાની ટીમ પણ ગુરુવારે મેદાનમાં ઉતરી હતી. દુનિયાભરના ફેન્સની નજર આ બંને વચ્ચેની મેચ પર ટકેલી હતી. શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે આ ગ્રુપની ત્રીજી ટીમ અફઘાનિસ્તાન છે. આવી સ્થિતિમાં આ ત્રણેય દેશો માટે આગામી રાઉન્ડમાં ટિકિટ મેળવવી સરળ નથી. જો કે, બાંગ્લાદેશ અને શ્રીલંકા બંને મુખ્ય ખેલાડીઓની ઈજાની સમસ્યાથી લડી રહ્યા છે.
શ્રીલંકાનો સ્ટાર ખેલાડી હસરંગા ટીમમાંથી બહાર
શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર હસરંગા ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો. હસરંગા ઈજાગ્રસ્ત થયા પહેલા શાનદાર ફોર્મમાં હતો. હસરંગાએ તાજેતરમાં રમાયેલી લંકા પ્રીમિયર લીગમાં માત્ર સૌથી વધુ રન જ બનાવ્યા ન હતા, પરંતુ તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો. હસરંગા ઉપરાંત શ્રીલંકાના વધુ ત્રણ મહત્વના ખેલાડીઓ ઈજાગ્રસ્ત છે.
બાંગ્લાદેશે ટોસ જીત્યો
બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીત્યો હતો. બાંગ્લાદેશ પ્રથમ બેટિંગ કરશે. જો કે અગાઉ વરસાદના કારણે ટોસમાં વિલંબ થવાની સંભાવના હતી. પરંતુ મેચ યોગ્ય સમયે શરૂ થઈ રહી છે.
શ્રીલંકાના પ્લેઈંગ ઈલેવન
પથુમ નિસાન્કા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટકીપર), સદીરા સમરવિક્રમા, ચરિથ અસલાંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (કેપ્ટન), ડુનિથ વેલાલેજ, મહિષ થિક્ષાના, કસુન રાજીથા અને માહિશા પથિરાના
બાંગ્લાદેશના પ્લેઇંગ ઇલેવન
મોહમ્મદ નઈમ, તંજીદ હસન, નજમુલ હુસૈન શાંતો, તૌહીદ હ્રિદોય, શાકિબ અલ હસન (સી), મુશફિકુર રહીમ (વિકેટમેન), મેહદી હસન મિરાજ, મહેદી હસન, તસ્કીન અહમદ, શોરફુલ ઈસ્લામ અને મુસ્તફિઝુર રહેમાન










