• ઇંગ્લેન્ડ માટે બટલરે અણનમ 94 અને બ્રૂકે 80 રન ફટકાર્યા

  • દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ઇંગ્લેન્ડને પ્રથમ બેટિંગ આપી હતી
  • ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 342 રનનો જંગી સ્કોર ખડકી શકી

ઇંગ્લેન્ડ એઅને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વન-ડેમાં અત્રે ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં સાત વિકેટના ભોગે 342 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો જેના જવાબમાં આ લખાય છે ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમે 27 ઓવરમાં બે વિકેટના ભોગે 174 રન નોંધાવ્યા હતાં. દક્ષિણ આફ્રિકા તરફથી ટેમ્બા બાવુમા 102 બોલમાં 109 રન કરીને આઉટ થયો હતો. ક્લિન્ટન ડિકોક 31 રને આઉટ થયો હતો જ્યારે ડયુસેન 34 રને રમી રહ્યો હતો. આ અગાઉ જોસ બટલર અને હેરી બ્રૂકની શાનદાર બેટિંગની મદદથી ઈંગ્લેન્ડની ટીમ 50 ઓવરમાં 342 રનનો જંગી સ્કોર ખડકી શકી હતી. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ઇંગ્લેન્ડને પ્રથમ બેટિંગ આપી હતી. પ્રવાસી ટીમે સાવચેતી સાથે શરૂઆત કરી હતી પરંતુ પછી બટલરે અણનમ 94 રન અને બ્રૂકે 80 રન ફટકાર્યા હતાં. તેમના ઉપરાંત મોઇન અલીએ પણ 44 બોલમાં 51 રન કર્યા હતાં.


  • Follow us on: