• વિકેટકિપર તરીકે કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐયર
  • બન્ને ખેલાડી ફીટ પુરવાર થતા એની પસંદગી કરાઈ
  • 2 સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાનની મેચ રમાશે

એશિયાકપ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ફાઈનલ થઈ ચૂક્યા છે. જેમાં ફરી એકવખત બોર્ડે કેપ્ટન તરીકે રોહિત શર્માની પસંદગી કરી છે. જ્યારે હાર્દિક પંડ્યાને વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નવી ટીમમાં રાહુલ અને ઐયરને જોરદાર કમબેક મળ્યું છે. આ ટુર્નામેન્ટ તારીખ 30 ઓગસ્ટના રોજ શરૂ થઈ રહી છે. હાલમાં 17 ખેલાડીઓને ફાઈનલ કરવામાં આવ્યા છે. વિકેટકિપર તરીકે કે.એલ. રાહુલ અને શ્રેયસ ઐયરને લેવામાં આવ્યા છે. આ બન્ને ખેલાડી ઈજાને કારણે ટ્રિટમેન્ટ લઈ રહ્યા હતા. જે હવે ફીટ પુરવાર થતા એની પસંદગી કરાઈ છે.

આ ખેલાડીને કોઈ સ્થાન ન મળ્યું

[[$googlead]]

સ્પિનર તરીકે યુજવેન્દ્ર ચહલ, વિકેટકિપર તરીકે સંજુ સેમસન તથા ફાસ્ટ બોલર તરીકે ઉમરાન મલિકને કોઈ સ્થાન નથી અપાયું. સેમસનને માત્ર બેકઅપ વિકેટકિપર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. IPL2023 સીઝન દરમિયાન રાહુલ અંતિમ વખત ગ્રાઉન્ડ પર જોવા મળ્યો હતો. એ પછી ઈજાને કારણે ટ્રિટમેન્ટ માટે એને રવાના કરવામાં આવ્યો હતો. RCB સામેની મેચમાં તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. એ પછી તેણે કોઈ ટુર્નામેન્ટ રમી નથી. ઐયર અને રાહુલની ટીમમાં વાપસી થવાને કારણે મીડલ ઓર્ડર મજબુત બન્યો છે.

[[$alsoread]]


2 સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાનની મેચ

ટૂર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. તે જ સમયે, ટીમ ઈન્ડિયા 2023 એશિયા કપમાં તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. એશિયા કપની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે. જ્યારે પાકિસ્તાન દેશમાં માત્ર ચાર મેચ જ રમાશે. જ્યારે ફાઈનલ સહિત નવ મેચ શ્રીલંકામાં રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ પહેલો મેચ પાકિસ્તાન સામે રમશે. જે શ્રીલંકામાં કેન્ડીમાં રમાશે. એ પછી ભારતીય ક્રિકેટ ટીમનો બીજો મેચ નેપાળ સામે રમાશે. ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ટીમમાં છે.

સાત વખત ખિતાબ જીતવામાં સફળતા

ફાઈનલ સુધી ટીમ ઈન્ડિયા રમી જાય છે તો કુલ 6 મોટા મેચ રમવાનો ચાન્સ છે. આ વખતે એશિયા કપ વન ડે ફોર્મેટમાં છે. જે ટીમના દ્રષ્ટિકોણથી ખૂબ જ ઉપયોગી છે. જ્યારે બી ગ્રૂપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે. એશિયાકપમાં હંમેશા ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો જોવા મળ્યો છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટની 15 સીઝન થઈ છે. જેમાંથી સાત વખત ટીમ ઈન્ડિયા આ ટાઈટલ મેળવવામાં સફળ થઈ છે. જ્યારે પાકિસ્તાને બે વખત આ ટાઈટલ જીત્યો છે. 

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની યાદી

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શુભમન ગીલ, શ્રેયર ઐયર, કે.એલ. રાહુલ (વિકેટકિપર) સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મો.શમી, મો. સિરાજ, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ ક્રિષ્ના, સંજુ સેમસન (વિકેટકિપર)

આ રહ્યો આખો શેડ્યુલ

30 ઓગસ્ટ: પાકિસ્તાન વિ નેપાળ - મુલતાન

31 ઓગસ્ટ: બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા - કેન્ડી

2 સપ્ટેમ્બર: ભારત વિરુદ્ધ પાકિસ્તાન - કેન્ડી

3 સપ્ટેમ્બર: બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન - લાહોર

4 સપ્ટેમ્બર: ભારત વિ નેપાળ - કેન્ડી

5 સપ્ટેમ્બર: શ્રીલંકા વિ અફઘાનિસ્તાન - લાહોર

6 સપ્ટેમ્બર: A1 Vs B2 - લાહોર

9 સપ્ટેમ્બર: B1 vs B2 - કોલંબો (શ્રીલંકા vs બાંગ્લાદેશ હોઈ શકે છે)

10 સપ્ટેમ્બર: A1 vs A2 - કોલંબો (ભારત વિરુદ્ધ પાકિસ્તાન હોઈ શકે છે)

12 સપ્ટેમ્બર: A2 vs B1 - કોલંબો

14 સપ્ટેમ્બર: A1 vs B1 - કોલંબો

15 સપ્ટેમ્બર: A2 vs B2 - કોલંબો

સપ્ટેમ્બર 17: ફાઈનલ - કોલંબો

  • Follow us on: