ભારતીય ક્રિકેટ ટીમના લગભગ તમામ ખેલાડીઓ હાલમાં IPL 2025 માં ભાગ લઈ રહ્યા છે. આ પછી ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે. ઈંગ્લેન્ડ પછી, ભારતીય ટીમ 2025 માં ઘરઆંગણે કેટલી મેચ રમશે? બીસીસીઆઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.


કુલ 12 મેચ રમાશે

વેસ્ટ ઈન્ડીઝની ક્રિકેટ ટીમ 2 ટેસ્ટ મેચની સિરીઝ રમવા માટે ભારત પ્રવાસે આવી રહી છે. પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે બીજી મેચ 10 ઓક્ટોબરથી રમાશે.

આ પછી, દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ 2 ટેસ્ટ, 3 વનડે અને 5 મેચની T20 સિરીઝ રમવા માટે ભારતના પ્રવાસે આવશે. પહેલી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી રમાશે, જ્યારે બીજી ટેસ્ટ 30 નવેમ્બરથી રમાશે. આ પછી, ત્રણ મેચની ODI સિરીઝ 3 નવેમ્બરથી શરૂ થશે, છેલ્લી ODI મેચ 6 ડિસેમ્બરે રમાશે. પાંચ મેચની T20 સિરીઝની પહેલી મેચ 9 ડિસેમ્બરે રમાશે, જ્યારે છેલ્લી મેચ 19 ડિસેમ્બરે રમાશે. બાકીના વર્ષ 2025માં, ભારતીય ટીમ ઘરઆંગણે 12 મેચ રમવાની છે.

વેસ્ટ ઈન્ડિઝનો ભારત પ્રવાસ

ભારતીય ટીમની સિઝન ટેસ્ટ સિરીઝથી શરૂ થશે, જેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચ રમાશે. પહેલી ટેસ્ટ મેચ 2 ઓક્ટોબરથી 6 ઓક્ટોબર દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યારે બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ

વેસ્ટ ઈન્ડિઝ પછી, ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકા સામે જોરદાર ટક્કર આપશે. ટેસ્ટ સિરીઝ 14 નવેમ્બરથી શરૂ થશે, જેની પહેલી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી 26 નવેમ્બર દરમિયાન ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમ ખાતે રમાશે. આ પછી, ત્રણ ODI મેચ રમાશે, જે 30 નવેમ્બરે રાંચી, 3 ડિસેમ્બરે રાયપુર અને 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. પાંચ મેચની T20 સિરીઝ 9 ડિસેમ્બરથી શરૂ થશે, જેમાં કટક, ન્યુ ચંદીગઢ, ધર્મશાલા, લખનૌ અને અમદાવાદ મેચોનું આયોજન કરશે.

  • Follow us on: