- મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2023માં લઈ શકે છે સંન્યાસ
- ભારતને 2 વાર વર્લ્ડકપ ચેમ્પિયન બનાવી ચૂક્યા છે ધોની
- ધોનીને કઈ જવાબદારી અપાશે તેની કોઈ જાહેરાત કરાઈ નથી
આઈસીસી ટી 20 વર્લ્ડકપના સેમીફાઈનલથી બહાર થવા અને મોટી ટૂર્નામેન્ટમાં સતત અસફળ થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ મોટો ફેરફાર કરવાની તૈયારીમાં લાગ્યું છે. આ તૈયારીઓની વચ્ચે બીસીસીઆઈ ભારતના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને મોટી જવાબદારી આપવા જઈ રહ્યું છે. મળતી માહિતિ અનુસાર બીસીસીઆઈ ભારતીય ટી20 ક્રિકેટના સેટઅપની સાથે ધોનીને મોટી ભૂમિકા માટે એક એસઓએસ મોકલવા માટે તૈયાર છે. ધોનીને ભારતીય ક્રિકેટમાં સ્થાયી ભૂમિકા માટે બોલાવવા માટે વિચાર કરી રહ્યું છે.
ધોનીને મળી શકે છે મોટી જવાબદારી
મળતી માહિતી અનુસાર ભારતીય ક્રિકેટ કંટ્રોલને લાગે છે કે ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ માટે 3 ફોર્મેટમાં મેનેજમેન્ટને કામ કરવું થોડું મુશ્કેલ છે. તેને જોતાં બીસીસીઆઈ કોચિંગની ભૂમિકા પર વિચાર કરી રહી છે. તેને જોતાં બીસીસીઆઈ ધોનીને સામેલ કરવા અને ટીમ ઈન્ડિયાના સ્તરને ઉપર ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે આ મહિનાના અંતમાં થનારી એપેક્સ કાઉન્સિલ બેઠકમાં તેની પર ચર્ચા કરાશે.
રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2023થી સંન્યાસ લઈ શકે છે. આ પછી બીસીસીઆઈ તેમના અનુભવ અને ટેકનિકનો યોગ્ય રીતે ઉપયોગ કરવા માટે તેમને મોટી જવાબદારી આપી શકે છે. ભારતે 2 વાર વર્લ્ડ કપ ચેમ્પિયન બનનારા મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ઈન્ડિયાની સાથે ખાસ રીતે ટી20 ટીમને ચલાવવાનું પણ કહી શકાય છે. જો કે ધોનીને ક્યારે અને કયા ફોર્મેટની જવાબદારી અપાશે તેને લઈને કોઈ સ્પષ્ટતા બીસીસીઆઈએ કરી નથી. આ મહિનાના અંતમાં થનારી બેઠકમાં ધોનીની ભૂમિકાને લઈને ચર્ચા કરાશે.