- ગાવસ્કરે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી
- ગાવસ્કરના જન્મદિવસ પર BCCIએ તેમને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા
- BCCIએ એક જ ટ્વિટમાં ગાવસ્કરની ઘણી જૂની તસવીરો બતાવી છે
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી છે. તેઓ 1998 વર્લ્ડ કપ વિજેતા ટીમનો પણ ભાગ હતા. ગાવસ્કરે ટીમ ઈન્ડિયા માટે ઘણી વખત મહત્વની ઈનિંગ્સ રમી છે. તેઓ આજે 74મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ગાવસ્કરના જન્મદિવસ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે તેમને ખાસ રીતે અભિનંદન પાઠવ્યા હતા. બોર્ડે ટ્વિટ કરીને કેટલાક મહત્વપૂર્ણ રેકોર્ડ શેર કર્યા છે.
BCCIએ એક ટ્વિટ કર્યું છે, જેમાં ગાવસ્કરની તસવીરો સાથે કેપ્શનમાં રેકોર્ડ શેર કરવામાં આવ્યા છે. બોર્ડે એક જ ટ્વિટમાં ગાવસ્કરની ઘણી જૂની તસવીરો બતાવી છે. આ સાથે કેપ્શનમાં રેકોર્ડ શેર કર્યો અને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. સુનીલ ગાવસ્કર ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યા છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે ODI ફોર્મેટમાં3 હજારથી વધુ અને ટેસ્ટમાં 10 હજારથી વધુ રન બનાવ્યા છે.










