• BCCI આખી દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે
  • બોર્ડ IPLમાંથી હજારો કરોડ રૂપિયાની કમાણી કરે છે
  • બોર્ડે IPL 2023માં 5120 કરોડ રૂપિયાની કમાણી કરી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પાસે 1983માં તેની વર્લ્ડકપ વિજેતા ટીમનું સન્માન કરવા માટે પૂરતા પૈસા નહોતા. પરંતુ આજે આ ક્રિકેટ બોર્ડ આખી દુનિયાનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ બીસીસીઆઈને વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે. દર વર્ષે ક્રિકેટ બોર્ડ IPLમાંથી હજારો કરોડ રૂપિયાની કમાણી કરે છે. આને ધ્યાનમાં રાખીને, વિશ્વના અન્ય દેશોએ પણ તેમના દેશોમાં આવી લીગ શરૂ કરી છે.

IPL-2023માં ઐતિહાસિક આવક

એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, BCCIએ 2024માં IPLમાંથી ઐતિહાસિક કમાણી કરી છે. આ રકમ IPL-2023 કરતા 5000 કરોડ રૂપિયા વધુ છે. BCCIએ IPL 2023થી લગભગ 5120 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જે IPL-2022ની કમાણી કરતાં 116 ટકા વધુ હતી. IPL-2022માં BCCIની આવક 2367 કરોડ રૂપિયા હતી.

વાર્ષિક રિપોર્ટમાં થયો ખુલાસો

આ ખુલાસો BCCIના 2022-23ના વાર્ષિક રિપોર્ટ અનુસાર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે IPL-2023થી BCCIની કુલ આવક વાર્ષિક ધોરણે 78% વધીને 11,769 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ખર્ચ પણ 66% વધીને રૂ. 6,648 કરોડ થયો છે. વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે બોર્ડની મીડિયા અધિકારોની આવક IPL-2022ની 3,780 કરોડની સરખામણીએ IPL 2023 થી 131% વધીને 8,744 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

આટલા પૈસા ક્યાંથી કમાયા?

BCCIએ 2023 થી 2027 દરમિયાન IPLના નવા મીડિયા અધિકારોથી બમ્પર કમાણી કરી છે. બીસીસીઆઈએ મીડિયા અધિકારોનો સોદો 48,390 કરોડ રૂપિયામાં કર્યો હતો. આમાં ડિઝની હોટ સ્ટારે 23,575 કરોડ રૂપિયાની કિંમતમાં IPLના ટીવી અધિકારો ખરીદ્યા હતા, જ્યારે Viacom-18ના Jio સિનેમાએ 23,758 કરોડ રૂપિયાની કિંમતે IPLના ડિજિટલ રાઇટ્સ ખરીદ્યા હતા. આ સિવાય બીસીસીઆઈએ આઈપીએલનું ટાઈટલ સ્પોન્સર ટાટા સન્સને 5 વર્ષ માટે વેચ્યું છે, જેનાથી બીસીસીઆઈને 2,500 કરોડ રૂપિયાની આવક થઈ છે. તે જ સમયે, My Circle-11 એ RuPay, angel One અને Ceat તરફથી સહયોગી સ્પોન્સરશિપ તરીકે રૂ. 1485 કરોડની કમાણી કરી છે.

IPL ક્યારે શરૂ થઈ?

આઈપીએલની શરૂઆત 2008માં થઈ હતી. આ લીગ પહેલા BCCI પાસે આવકનો કોઈ ખાસ સ્ત્રોત નહોતો. પરંતુ આઈપીએલ શરૂ થયા બાદ બીસીસીઆઈએ આવકના મામલે તમામ ક્રિકેટ બોર્ડને હરાવીને નંબર-1નું સ્થાન હાંસલ કર્યું હતું. હવે આઈપીએલ જોઈને ઘણા દેશોએ પોતપોતાના દેશોમાં ક્રિકેટ લીગ શરૂ કરી છે.


  • Follow us on: