- ક્વોલિફાયર-1માં હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે ટક્કર
- ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ એક અનોખી પહેલ કરી
- BCCI પ્લેઓફમાં દરેક ડોટ બોલ પર 500 છોડ રોપશે
IPL 2024ના ક્વોલિફાયર-1માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં પેટ કમિન્સે ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. મેચ દરમિયાન એક વાતે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. સ્કોર કાર્ડ પર ડોટ બોલની જગ્યાએ, કાં તો ઝાડનું ઇમોજી અથવા ગ્રીન ડોટ દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠવા લાગ્યો છે કે આનો મતલબ શું છે?
BCCIની અનોખી પહેલ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ એક અનોખી પહેલ શરૂ કરી છે. આ અંતર્ગત BCCI પ્લેઓફમાં દરેક ડોટ બોલ પર 500 છોડ રોપશે. ગત સિઝનમાં પણ આવું જોવા મળ્યું હતું. IPL 2023 પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 4 રાજ્યો આસામ, ગુજરાત, કર્ણાટક અને કેરળમાં 1,47,000 રોપા રોપ્યા હતા. BCCIની આ પહેલની ખૂબ પ્રશંસા પણ થઈ રહી છે. પર્યાવરણની દૃષ્ટિએ આ ખૂબ જ સારી પહેલ છે.
હૈદરાબાદ 159 રન સુધી મર્યાદિત
મેચની વાત કરીએ તો ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા સનરાઈઝર્સ હૈદરાબાદ 19.3 ઓવરમાં 159 રન સુધી જ સિમિત થઈ ગઈ હતી. રાહુલ ત્રિપાઠીએ સૌથી વધુ 55 રનની ઇનિંગ રમી હતી. તેમના સિવાય વિકેટકીપર હેનરિક ક્લાસને 32 રનની અને કેપ્ટન પેટ કમિન્સે 30 રનની ઇનિંગ રમી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મિચેલ સ્ટાર્કને 3 સફળતા મળી. તેમના સિવાય વરુણ ચક્રવર્તીએ 2 અને વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુનીલ નારાયણ અને આન્દ્રે રસેલે 1-1 વિકેટ લીધી હતી. જો કોલકાતા નાઈટ રાઈડર્સને ફાઈનલમાં જગ્યા બનાવવી હોય તો તેણે 20 ઓવરમાં 160 રન બનાવવા પડશે.