- બાંગ્લાદેશ સામેની મેચમાં પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી
- ઓક્ટોબરે હાર્દિક પંડયા ભારતીય ટીમની સાથે ધર્મશાલા માટે વિમાનની સફર નહીં કરે
- હાર્દિક પંડયા હવે સીધો લખનઉમાં ભારતીય ટીમમાં જોડાશે
વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીનો ભારતીય ટીમનો દેખાવ ખૂબ શાનદાર રહ્યો છે, પણ 22 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે રમાનારી મેચ પહેલાં ભારતની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે બાંગ્લાદેશ વિરુદ્ધની મેચમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયાને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. આ કારણે તે આગામી મેચ નહીં રમી શકે અને ટીમમાંથી બહાર થયો છે.ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ શુક્રવારે જણાવ્યું કે હાર્દિક પંડયા ન્યૂઝીલેન્ડ સામેની આગામી મેચ ઈજાગ્રસ્ત હોવાના કારણે નહીં રમે. તે 20મી ઓક્ટોબરે ભારતીય ટીમની સાથે ધર્મશાલા માટે વિમાનની સફર નહીં કરે. હાર્દિક પંડયા હવે સીધો લખનઉમાં ભારતીય ટીમમાં જોડાશે, જ્યાં ભારતનો સામનો ઇંગ્લેન્ડ સાથે થવાનો છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ સામે પોતાના સ્પેલની પહેલી ઓવરના ત્રીજા બોલે ચોક્કો રોકવા માટે હાર્દિકે પ્રયાસ કર્યો હતો, તે દરમિયાન તેના પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તે મેદાનમાં પડી ગયો હતો. મેદાન ફિઝિયોએ ટેપિંગ કર્યાથી કે ગરમ પાટો બાંધ્યાથી કશો ફાયદો નહોતો થયો. તેણે બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો પણ દર્દ વધારે હતું. ત્યાર બાદ કેપ્ટન રોહિત શર્માએ તેને મેદાનની બહાર જવા કહ્યું હતું.
ટીમ ઇન્ડિયા પાસે હાર્દિકનો બીજો વિકલ્પ નથી










