- ભારે વરસાદના કારણે ભારત અને ન્યૂઝીલેન્ડની પ્રથમ ટી20 ધોવાઈ
- બીસીસીઆઇએ સમિતિની હકાલપટ્ટી કરી
- નવા ઉમેદવારો પાસે અરજી મંગાવી
ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાયેલા આઇસીસી ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ સેમિફાઇનલમાં હારી ગઇ હતી અને ટીમમાંથી કેટલાક સિનિયર ખેલાડીની હકાલપટ્ટી કરવાની માગણીઓ પણ થઇ હતી. ટીમના ખરાબ પ્રદર્શન માટે પસંદગી સમિતિને પણ જવાબદાર ગણીને ચેતન શર્માના નેતૃત્વ હેઠળની સિનિયર પસંદગી સમિતિને બરતરફ કરી દીધી છે. બીસીસીઆઇએ સમિતિની હકાલપટ્ટી કર્યા બાદ તર જ નવા ઉમેદવારો પાસે અરજી મંગાવી છે.
પસંદગી સમિતિના અન્ય સભ્યોમાં સુનીલ જોશી, દેબાશીષ મોહંતી અને હરવિન્દરસિંહનો સમાવેશ થાય છે. બોર્ડનું માનવું છે કે ચેતન શર્મા અને તેની સમિતિ યોગ્ય પરિણામ આપી શકી નથી. ડિસેમ્બર મહિનામાં નવી પસંદગી સમિતિની રચના થાય તેવી પૂરી સંભાવના છે. નોંધનીય છે કે ટીમની ખરાબ પસંદગીના કારણે ભારતીય ટીમ એશિયા કપની ફાઇનલમાં પણ પહોંચી નહોતી.










