• આગામી એશિયન ગેમ્સનું આયોજન ચીનના હાંગઝોઉમાં થશે
  • ભારતીય પુરુષ અન મહિલા બંને ટીમોને મોકલવામાં આવશે
  • એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટનું આયોજન T20 ફોર્મેટમાં થાય છે

BCCI એ આગામી એશિયન ગેમ્સને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. આગામી એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ અને મહિલા બંને ટીમો મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ચીનના હાંગઝોઉમાં આ ગેમ્સનું આયોજન કરવામાં આવશે. આ વર્ષના અંતમાં ચીનના હાંગઝોઉમાં એશિયન ગેમ્સ 2023નું આયોજન થવા જઈ રહ્યું છે. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ અંગે મોટો નિર્ણય લીધો છે. આ વખતે બીસીસીઆઈ એશિયન ગેમ્સમાં પોતાની પુરૂષ અને મહિલા બંને ટીમોને મોકલશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટ ઈવેન્ટનું આયોજન T20 ફોર્મેટમાં થાય છે.

30 જૂન પહેલા એ ખેલાડીઓનું લીસ્ટ બહાર પડશે
એશિયન ગેમ્સ જે સમયે યોજાવાની છે તે જ સમયે ભારતમાં ODI વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવશે. આવી સ્થિતિમાં પુરૂષોની B ટીમને એશિયન ગેમ્સમાં મોકલવામાં આવશે. એક અહેવાલ મુજબ BCCI આ ઈવેન્ટમાં અગ્રણી મહિલા ખેલાડીઓ સાથે મજબૂત ટીમ મોકલશે. આ વખતે એશિયન ગેમ્સનું આયોજન 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી થવાનું છે. જ્યારે 5 થી 23 ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ કપનું આયોજન થઈ શકે છે. BCCI 30 જૂન પહેલા એ ખેલાડીઓનું લીસ્ટ બહાર પાડશે જેને એશિયન ગેમ્સમાં રમવા માટે મોકલી શકે છે.

2010 અને 2014માં ટીમને મોકલવામાં આવી ન હતી
બીસીસીઆઈએ વર્ષ 2010 અને 2014માં એશિયન ગેમ્સનું આયોજન કર્યું હતું, જેમાં ક્રિકેટ ઈવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તેણે ભારતની પુરુષ કે મહિલા ટીમને મોકલી ન હતી. ચીનના હાંગઝોઉમાં યોજાનારી એશિયન ગેમ્સના શેડ્યૂલમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્ષ 2018માં જકાર્તામાં રમાયેલી એશિયન ગેમ્સમાં ક્રિકેટની ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું ન હતું.

ગત વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ટીમે ક્રિકેટ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટીમ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ મેચમાં તેને ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે ટીમ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી.

  • Follow us on: