• યુવાઓને ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે આકર્ષવા માટે નવી ઇન્ટેન્સિવ સ્કીમ તૈયાર કરાઇ છે : જય શાહ

  • ભારતીય ક્રિકેટર્સને એક ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા આપવામાં આવતા
  • બોર્ડને પણ આશા છે કે યુવા ક્રિકેટર્સ ટેસ્ટ ક્રિકેટ રમવા પ્રત્યે આકર્ષિત

બીસીસીઆઇએ યુવા ખેલાડીઓમાં ટેસ્ટ ક્રિકેટ પ્રત્યે લગાવ વધારવા માટે ટેસ્ટ ફીમાં વધારો કર્યો છે. બોર્ડે ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના (ટેસ્ટ ઇન્સેન્ટિવ સ્કીમ) શરૂ કરી છે જેમાં પ્રત્યેક સિઝનમાં સાત કરતાં વધારે ટેસ્ટ રમનાર પ્લેયર્સને 45 લાખ રૂપિયા સુધીની મેચ ફી આપવામાં આવશે. અત્યાર સુધી ભારતીય ક્રિકેટર્સને એક ટેસ્ટ રમવા માટે 15 લાખ રૂપિયા આપવામાં આવતા હતા. જે ક્રિકેટર્સ માત્ર ટેસ્ટ રમે છે તેમને મોટો ફાયદો થશે. બોર્ડને પણ આશા છે કે યુવા ક્રિકેટર્સ ટેસ્ટ ક્રિકેટ રમવા પ્રત્યે આકર્ષિત થશે. બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે ટેસ્ટ ક્રિકેટ પ્રોત્સાહન યોજના શરૂ કરવાની જાહેરાત કરવાનો આનંદ થઇ રહ્યો છે. અમારો હેતુ સન્માનિત એથ્લેટ્સના નાણાકીય વિકાસ તથા સ્થિરતા આપવાનો છે. આ યોજનાની શરૂઆત 2022-23ની સિઝનથી શરૂ તશે અને ખેલાડીઓને તેમની મેચ ફીના 15 લાખ રૂપિયા ઉપરાંત વધારાના ઇનામ તરીકે આ રકમ આપવામાં આવશે. બોર્ડને ટેસ્ટ મેચની ફીમાં વધારવાનો નિર્ણય શ્રોયસ ઐયર અને ઇશાન કિશન જેવા ક્રિકેટર્સના કારણે લેવો પડયો છે. આ બંને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે ખચકાટ અનુભવી રહ્યા હતા. બંને રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં નહીં રમવાના કારણે બોર્ડે બંનેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાંથી બહાર કરી દીધા હતા.

બોર્ડની નવી સ્કિમ આ પ્રકારે છે

1 જો કોઇ ક્રિકેટર સિઝનમાં ચાર કે તેથી ઓછી ટેસ્ટ રમશે તો તેને નિશ્ચિત પેમેન્ટ કરતાં વધારાનું કશું મળશે નહીં. તે પ્લેઇંગ ઇલેવનમાં સભ્ય હોય કે નહીં કોઇ ફરક પડશે નહીં.

2 ક્રિકેટર સિઝનમાં પાંચથી છ મુકાબલા રમે અને તે પ્લેઇંગ ઇલેવનમાં હોય તો તેને 30 લાખ રૂપિયા મળશે. જો પ્લેઇંગ ઇલેવનમાં નહીં હોય તો તેને 15 લાખ રૂપિયા અપાશે.

3 કોઇ ક્રિકેટર સિઝનમાં 75 ટકા એટલે કે ઓછામાં ઓછી સાત ટેસ્ટ રમે તો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ થવાના કારણે પ્રતિ ટેસ્ટ 45 લાખ રૂપિયા મળશે, પ્લેઇંગ ઇલેવનમાં ના હોય તો 22.5 લાખ રૂપિયા અપાશે


  • Follow us on: