• BCCIની આ બેઠક મુંબઈમાં યોજાશે
  • વિરાટ કોહલી, પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ રહેશે હાજર
  • મીટિંગમાં ટ્રેઝરર અને ચેતન શર્માનો પણ થશે સમાવેશ

ભારતીય ટીમ 1 ડિસેમ્બરે બાંગ્લાદેશ પ્રવાસ માટે રવાના થવાની છે. પરંતુ તે પહેલા બીસીસીઆઈએ ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ ખાસ બેઠક માટે ટીમના કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડને ખાસ બોલાવવામાં આવ્યા છે. BCCIની આ બેઠક મુંબઈમાં યોજાશે. આ સિવાય પસંદગી સમિતિના કેટલાક સભ્યો પણ બેઠકનો ભાગ બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ઈમરજન્સી મીટિંગનો હેતુ માત્ર T20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શનની સમીક્ષા કરવાનો નથી, તે સિવાય અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા થવાની છે. પ્રાપ્ત માહિતી અનુસાર હવે આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે ટીમ ઈન્ડિયા માટે આગળનો રસ્તો શું હશે? શું ભારતીય ટીમમાં વિભાજિત કેપ્ટન્સી હોવી જોઈએ? શું ટીમને સ્પ્લિટ કોચિંગની જરૂર છે? આવા તમામ પ્રશ્નોના જવાબ આ બેઠકમાં મળી શકશે.

બાંગ્લાદેશ પ્રવાસ પહેલા BCCIની બેઠક

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એક બેઠક થશે. તે ક્યારે થશે તે હું અત્યારે કહી શકતો નથી. પરંતુ અમે રોહિત અને રાહુલને બાંગ્લાદેશ જતા પહેલા મળવા માંગીએ છીએ. એવી ઘણી બાબતો છે જેના પર તેની સાથે વાત કરવી છે. આમાં સમીક્ષા કરવા માટે કંઈ હશે નહીં. અમે આગામી વર્લ્ડ કપ વિશે વિચારી રહ્યા છીએ. રોહિત અને રાહુલ બંને સારી રીતે જાણે છે કે કયા ફેરફારોની જરૂર છે. તેમણે કહ્યું, "જ્યાં સુધી વિભાજિત કેપ્ટનશીપ અને કોચનો સંબંધ છે એકવાર અમે મળીશું, અમે વિચારણા કરીશું.

કોણ કોમ મીટિંગમાં રહેશે હાજર

સૂત્રોના જણાવ્યા અનુસાર BCCIની બેઠકમાં જે લોકો હાજર રહેશે તેમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ ઉપરાંત વિરાટ કોહલી, પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, ટ્રેઝરર અને ચેતન શર્મા સામેલ હશે.

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ

તમને જણાવી દઈએ કે ભારતીય ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ 4 ડિસેમ્બરથી શરૂ થશે. આ પ્રવાસની શરૂઆત પ્રથમ વનડે શ્રેણીથી થઈ રહી છે. બંને દેશો વચ્ચે 3 વનડે મેચોની શ્રેણી રમાશે. ત્યાર બાદ ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવશે.

  • Follow us on: