• ફેમસ હેરસ્ટાઈલિસ્ટ અલીમ હકીમ પાસે કરાવ્યા હેયર કટ
  • અલીમ હકીમે તેમના ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યા ફોટોઝ
  • ધોનીએ પણ આવા જ હેરકટ કરાવ્યા હતા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી IPL 2024 પહેલા ટીમ સાથે જોડાયો છે. આરસીબીએ કોહલીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. હવે ટુર્નામેન્ટ શરૂ થવામાં ગણતરીના દિવસો જ બાકી છે. આ પહેલા વિરાટ કોહલીએ નવી હેયર સ્ટાઈલ કરાવી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

કોહલીએ અપનાવી નવી હેયર સ્ટાઈલ

IPL પહેલા વિરાટ કોહલીએ નવી હેયર સ્ટાઈલ કરાવી છે. ફેમસ હેરસ્ટાઈલિસ્ટ અલીમ હકીમે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં કોહલી નવા હેરકટ સાથે જોવા મળી રહ્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે, 'The one and only King Kohli.'


ધોનીએ પણ આવા જ હેયરકટ કરાવ્યા હતા

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 2021માં આવી જ હેયર સ્ટાઈલ કરાવી હતી. અલીમ હકીમે તેના ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પણ પોસ્ટ કરી હતી. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.

કોહલીનો નવો હેયરકટ ફેન્સને પસંદ આવી રહ્યો છે

વિરાટ કોહલીની નવી હેયરસ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. એક યુઝરે લખ્યું, 'ડેશિંગ લુક. તો બીજા યુઝરે લખ્યું, 'બેસ્ટ એવર પિક.' તમને જણાવી દઈએ કે કોહલીના ફેન્સ તેને મેદાનમાં જોવા માટે બેતાબ છે. ઉલ્લેખનીય છે કે પારિવારિક કારણોને લઈને કોહલી છેલ્લા બે મહિનાથી મેદાનથી દૂર છે.


આઈપીએલમાં મચાવે છે ધમાલ

IPLમાં કોહલીનું બેટ સારું પ્રદર્શન આપે છે. રેકોર્ડ્સ આની સાક્ષી આપે છે. આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે, કોહલીએ અત્યાર સુધીમાં 7263 રન બનાવ્યા છે. તે IPLમાં 7000+ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. આ ઉપરાંત તે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન પણ છે. તેના નામે 7 સદી છે.

ગત સિઝનમાં શાનદાર બેટિંગ કરી હતી

IPL 2023માં કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 14 મેચમાં 639 રન બનાવ્યા હતા. તેણે આ સિઝનમાં પોતાના બેટથી 2 સદી પણ ફટકારી હતી. તેની બીજી સદી સાથે, તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સદી ફટકારવામાં ક્રિસ ગેલને પાછળ છોડી દીધો. આ સાથે જ કોહલીના નામે આ સિઝનમાં 6 અડધી સદી પણ છે. હવે ચાહકો આગામી IPL સિઝનમાં તેની ઘાતક બેટિંગની રાહ જોઈ રહ્યા છે.

  • Follow us on: