- પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં જ ઈંગ્લેન્ડ સાથે ટી-20 સિરીઝ રમી
- પાકિસ્તાનને 4 મેચની T20 સીરીઝમાં ઈંગ્લેન્ડે 2-0થી હરાવ્યું
- પાકિસ્તાની ખેલાડીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં જ ઈંગ્લેન્ડ સાથે ટી-20 સિરીઝ રમીને વર્લ્ડકપ માટે ન્યૂયોર્ક પહોંચી છે. વર્લ્ડકપ પહેલા પાકિસ્તાનની ટીમને 4 મેચની T20 સીરીઝમાં ઈંગ્લેન્ડે 2-0થી હરાવ્યું હતું. વર્લ્ડકપ પહેલા ખેલાડીઓના ખરાબ પ્રદર્શનથી ટીમ અને કેપ્ટન બાબર આઝમનું ટેન્શન વધી ગયું છે. જ્યારે ઈંગ્લેન્ડ સિરીઝમાં પાકિસ્તાનના ખેલાડીઓએ તેમના ખરાબ પ્રદર્શનથી ઘણી નિરાશ કરી હતી. આ ખેલાડીને વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. હવે આ પાકિસ્તાની ખેલાડીની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે.
યુઝર્સે પાકિસ્તાની ખેલાડીને કર્યો ટ્રોલ
આઝમ ખાનને વર્લ્ડકપ માટેની પાકિસ્તાન ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. વર્લ્ડકપ પહેલા આઝમ ખાને ઈંગ્લેન્ડ સામે રમાયેલી ટી20 સીરીઝમાં પોતાના પ્રદર્શનથી ઘણો નિરાશ કર્યો હતો. સિરીઝની છેલ્લી મેચમાં પ્રથમ બેટિંગ કરતા આઝમ ખાતુ ખોલાવ્યા વગર 5 બોલમાં આઉટ થયો હતો. આ પછી આઝમે પણ એક આસાન કેચ છોડ્યો હતો. કેચ લેતી વખતે આઝમ જમીન પર પડી ગયો હતો.
હવે યૂઝર્સ સોશિયલ મીડિયા પર આવા નાના વીડિયો શેર કરીને આઝમને ટ્રોલ કરી રહ્યા છે. મેચ બાદ બાબર આઝમે આઝમ ખાનને ગળે લગાવીને પ્રોત્સાહિત કર્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અમેરિકા પહોંચી પાકિસ્તાનની ટીમ
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હવે વર્લ્ડકપ રમવા અમેરિકા પહોંચી ગઈ છે. એરપોર્ટ પરથી ટીમના ખેલાડીઓની તસવીરો પણ સામે આવી છે. પાકિસ્તાનની ટીમ 6 જૂનથી T20 વર્લ્ડકપમાં પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. પાકિસ્તાન 6 જૂને યજમાન અમેરિકા સામે ટકરાશે. આ પછી 9 જૂને પાકિસ્તાનનો મુકાબલો ટીમ ઈન્ડિયા સાથે થશે. કરોડો ચાહકોની નજર આ મેચ પર ટકેલી છે. આ પછી બાબર એન્ડ કંપની 11 જૂને કેનેડા સામે ટકરાશે. 16 જૂને પાકિસ્તાનનો મુકાબલો આયર્લેન્ડ સામે થશે.
પાકિસ્તાનની સંપૂર્ણ ટીમ
બાબર આઝમ (કેપ્ટન), આઝમ ખાન, અબરાર અહેમદ, ફખર ઝમાન, હરિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સેમ અયુબ, શાદાબ ખાન, શાહીન આફ્રિદી, ઉસ્માન ખાન.