• 5 ઓક્ટોબરે વર્લ્ડકપ શરૂ થશે
  • આ વર્ષે ભારતમાં રમાશે વર્લ્ડકપ
  • બેન સ્ટોક્સ સંન્યાસ પરત લેશે?

ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એટલે વર્લ્ડકપ 4 વર્ષમાં એક વખત આવે છે. ગત વર્લ્ડકપ 2019માં રમવામાં આવ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડે ખિતાબ જીત્યો હતો. હવે આ વર્ષે 5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડકપ શરૂ થશે. આ વર્ષે વર્લ્ડકપનું ભારતમાં આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ મહાસંગ્રામ માટે તમામ ટીમે તૈયારી શરૂ કરી દીધી છે. આ તમામ વચ્ચે ઈંગ્લેન્ડના મેનેજમેન્ટે સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પરત લાવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

અંતિમ નિર્ણય બેન સ્ટોક્સ લેશે

ઈંગ્લેન્ડના કોચ મૈથ્યૂ મોટે કહ્યું કે, અમે બેન સ્ટોક્સને વર્લ્ડકપ ટીમનો ભાગ બનાવવા માગીએ છીએ, પરંતુ બેન સ્ટોક્સ શું નિર્ણય લે તે જોવાનું હજુ બાકી છે. હજુ સુધી બેન સ્ટોક્સે સ્પષ્ટ નથી કર્યું કે, તે શું કરશે? જો બેન સ્ટોક્સ વર્લ્ડકપ ટીમનો ભાગ બનશે, તો તેની બેટિંગ અમારા માટે બોનસ જેવું હશે.

2019 વર્લ્ડકપમાં સ્ટોક્સે મચાવી હતી ધમાલ

ઈંગ્લેન્ડને 2019 વનડે વર્લ્ડકપ જીતાડવામાં બેન સ્ટોક્સે મહત્વનું યોગદાન આપ્યું હતું. બેન સ્ટોક્સે આ દરમિયાન 465 રન બનાવ્યા હતા. આ ઉપરાંત બેન સ્ટોક્સે બોલિંગ કરીને 7 વિકેટ લીધી હતી. 2023 વનડે વર્લ્ડકપ ભારતમાં થશે. જેથી સ્ટોક્સ બેટ અને બોલથી ઘાતક સાબિત થઈ શકે છે. ઈંગ્લેન્ડનું મેનેજમેન્ટ પણ આ વાત જાણે છે. જેથી તે સ્ટોક્સને પરત લાવવાનો પ્રયાસ કરે છે. જો કે, અંતિમ નિર્ણય બેન સ્ટોક્સ જ લેશે.

સ્ટોક્સ બેટિંગ અને ફીલ્ડિંમાં શાનદાર

ઈંગ્લેન્ડના કોચ મૌત્યૂ મોટે કહ્યું કે, બેન સ્ટોક્સ બેટિંગ અને ફીલ્ડિંમાં શાનદાર છે, પરંતુ બોલિંગમાં પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. જેથી અમે ઈચ્છીએ છીએ કે, તે ઈંગ્લેન્ડ માટે 2023 વનડે વર્લ્ડકપ ટીમમાં રમે. અમે એશિઝ સીરિઝ દરમિયાન જોતા આવ્યા છીએ, તેમણે એશિઝમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

  • Follow us on: