- બંગાળી મોડેલે ટ્રેવિસ હેડના નામની સિંદૂરથી ભરી માંગ
- ટ્રેવિસ હેડની તસવીર સામે રાખીને કર્યા લગ્ન
- વર્લ્ડકપ ફાઇનલમાં ટ્રેવિસ હેડે 137 રનની શાનદાર ઇનિંગ રમી
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક બંગાળી મોડલ વર્લ્ડકપ 2023 ફાઈનલના પ્લેયર ઓફ ધ મેચ ટ્રેવિસ હેડ સાથે લગ્ન કરતી જોવા મળી રહી છે. તે ટ્રેવિસ હેડની તસવીર સામે રાખીને આ લગ્ન કરી રહી છે. મોડલે આ વીડિયો ફની રીતે બનાવ્યો હતો પરંતુ હવે તેને સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ફોટો સામે રાખીને કર્યા લગ્ન
મોડેલનું નામ હેમોશ્રી છે. તેણે આ વીડિયો વર્લ્ડકપ ફાઈનલના બે દિવસ બાદ બનાવ્યો હતો. આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં બે મહિલાઓ પણ જોવા મળી રહી છે, જેઓ બંગાળી લગ્નમાં જરૂરી ધાર્મિક વિધિઓ કરતી જોવા મળે છે. એક મહિલા શંખ વગાડી રહી છે અને બીજી ઉલુ વગાડી રહી છે. આ દરમિયાન હેમાશ્રીની માંગમાં સિંદૂર પણ જોવા મળે છે. તે કહે છે, 'મેં મારા માથા પર ટ્રેવિસ હેડના નામનું સિંદૂર લગાવ્યું છે. હું આ છોકરા વિશે જેટલું વિચારું છું, તેટલી જ મારા ચહેરા પરની લાલાશ વધે છે. હું ઈચ્છું છું કે તે મારો સ્વામી બને.
હેમોશ્રીને ઈન્સ્ટા પર 7 લાખથી વધુ ફોલોઅર્સ
હેમોશ્રી પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર પોતાને લેખક, મોડલ, અભિનેત્રી અને યુટ્યુબર તરીકે લખે છે. તેના 7 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર આવા ફની વીડિયો પોસ્ટ કરતી રહે છે.
વર્લ્ડકપ ફાઇનલમાં ટ્રેવિસ હેડની તોફાની ઇનિંગ
ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે પોતાની તોફાની ઈનિંગ્સથી ટીમ ઈન્ડિયાનું વર્લ્ડકપ જીતવાનું સપનું તોડી નાખ્યું હતું. તેણે 120 બોલમાં 137 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે આ ઇનિંગ ત્યારે રમી જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે 50 રનની અંદર તેની ત્રણ મોટી વિકેટ ગુમાવી દીધી હતી. તેણે માર્નસ લાબુશેન સાથે 192 રનની ભાગીદારી કરીને ઓસ્ટ્રેલિયાને આસાન જીત અપાવી હતી. આ સાથે તેણે પ્રથમ દાવમાં રોહિત શર્માનો અવિશ્વસનીય કેચ પણ લીધો, જેને મેચનો ટર્નિંગ પોઈન્ટ પણ માનવામાં આવી રહ્યો છે.