ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો બેંગલુરુમાં રમાયો હતો. ટીમ ઈન્ડિયાને બેંગલુરુ ટેસ્ટમાં 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ભારતનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત પોતાની સદીથી માત્ર એક રન ચૂકી ગયો હતો. તે 99 રન પર બોલ્ડ થઇ ગયો હતો. ત્યારે રિષભ પંતે ટેસ્ટમાં હાર બાદ એક ખાસ મેસેજ શેર કર્યો છે.

99 રન પર થયો બોલ્ડ 
બીજી ઇનિંગમાં પંતે શાનદાર ઇનિંગ રમી અને 105 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 99 રન બનાવ્યા. પંતની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયા 462 રનના સ્કોર પર લગાવવામાં સફળ રહી હતી. ત્યારે મેચ બાદ ઋષભ પંતે કહ્યું કે આ રમત તમારી લિમિટ ટેસ્ટ કરે છે.

પંતે સોશિયલ મીડિયામાં શું પોસ્ટ કર્યું ? 

પંતે સોશિયલ મીડિયા દ્વારા એક પોસ્ટ શેર કરી છે. વિડિયોના બેકગ્રાઉન્ડમાં હર્ષ ભોગલેનો અવાજ સંભળાયો, જેમાં તે આ વાક્યનું પુનરાવર્તન કરી રહ્યો હતો કે ટેસ્ટ મેચની સારી વાત એ છે કે તે હંમેશા તમને બીજી તક આપે છે. ટેસ્ટ ક્રિકેટમાં બીજી ઇનિંગનો અર્થ છે કે, કારણ કે જીવનમાં પણ તમને હંમેશા બીજી ઇનિંગ મળે છે. એટલા માટે ટેસ્ટમાં બીજી ઇનિંગ હોય છે. . આ પોસ્ટને કેપ્શન આપતા પંતે લખ્યું, "આ રમત તમારી મર્યાદાઓનું પરીક્ષણ કરે છે, તમને નીચે પછાડે છે, તમને ઉપાડે છે અને તમને ફરીથી ફેંકી દે છે. પરંતુ જેઓ તેને પ્રેમ કરે છે તેઓ દરેક વખતે વધુ મજબૂત બને છે. પ્રેમ, સમર્થન અને ઉત્સાહ માટે બેંગલુરુની ભીડનો આભાર. અમે મજબૂત થઇને પાછા ફરીશું.

બીજી ટેસ્ટ પુણેમાં રમાશે
તમને જણાવી દઈએ કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ થવાની છે. શ્રેણીની પ્રથમ મેચ બેંગલુરુમાં રમાઈ હતી. હવે બીજી ટેસ્ટ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પુણે ટેસ્ટ 24 થી 28 ઓક્ટોબર દરમિયાન રમાશે.
  • Follow us on: