• ટીમ ઈન્ડિયાની દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ હાર
  • હારને લઇને ભુવનેશ્વર કુમારે આપ્યું નિવેદન
  • વિરાટ કોહલીની ગણાવી ભૂલ

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ શરૂઆતથી જ પાછળ દેખાતી હતી. ટીમ ઈન્ડિયાની હાર બાદ ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે મોટું નિવેદન આપ્યું છે. તેણે હારનું કારણ વિરાટ કોહલીની મોટી ભૂલ જણાવી.

આ મોટી ભૂલને હારનું કારણ જણાવ્યું

ભુવનેશ્વર કુમારે ટીમ ઈન્ડિયાની હાર પર કહ્યું કે જો એઈડન માર્કરામનો કેચ મિસ ન થયો હોત અને બે રન આઉટના ચાન્સ ન ચૂક્યા હોત તો દક્ષિણ આફ્રિકા સામેનું પરિણામ અલગ હોઈ શકે છે. ખરેખરમાં જ્યારે માર્કરામ 35 રન પર હતો ત્યારે વિરાટ કોહલીએ તેનો કેચ છોડ્યો હતો. માર્કરામે તેનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને 52 રન બનાવ્યા અને આફ્રિકાને પાંચ વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ સિવાય ભારતે રન આઉટની બે તક પણ ગુમાવી હતી.

ભુવનેશ્વર કુમારનું મોટું નિવેદન

ભુવનેશ્વર કુમારે મેચ બાદ પત્રકારોને કહ્યું, 'જો અમે કેચ છોડ્યો ન હોત તો પરિણામ અલગ હોત. મેચો કેચ લઈને જીતવામાં આવે છે અને જો આપણે તે તકોનો ફાયદો ઉઠાવ્યો હોત તો તેમાં ફરક પડી શક્યો હોત. હું એમ નહીં કહું કે તે પાસુ ફેરવી નાખશે. પરંતુ તેનાથી ફરક પડી શકે છે. હું મેચ દરમિયાન કોઈ ખાસ પ્રસંગ તરફ ધ્યાન આપીશ નહીં.

ટીમ ઈન્ડિયાની બેટિંગ નિષ્ફળ ગઈ

આ ટીમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો જે ખોટો સાબિત થયો. ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. ટીમે તેની પ્રથમ 5 વિકેટ માત્ર 49 રનમાં ગુમાવી દીધી હતી. 20 ઓવરની રમત બાદ ટીમ ઈન્ડિયાએ 9 વિકેટે 133 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ આ લક્ષ્યાંક છેલ્લી ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
  • Follow us on: