IPL 2025 માં ગુજરાત ટાઇટન્સનો આગામી મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ સામે છે. આ મેચ શનિવારે લખનૌમાં રમાશે. આ પહેલા ટીમ માટે ખરાબ સમાચાર છે. ગુજરાતના તેજસ્વી ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ IPL 2025માંથી બહાર થઈ ગયા છે. એક અહેવાલ મુજબ, ફિલિપ્સ ઘાયલ થયા છે. તેની ઈજા એટલી ગંભીર છે કે તે હવે આખી સીઝન માટે બહાર છે. ગુજરાતે હજુ સુધી ફિલિપ્સના સ્થાને અન્ય કોઈ ખેલાડીના નામની જાહેરાત કરી નથી.
ફિલિપ્સને IPL 2025 માંથી બાકાત રાખવા પાછળનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ક્રિકબઝના એક અહેવાલ મુજબ, ફિલિપ્સ પીઠની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઈજાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. પરંતુ ગુજરાત ટાઇટન્સે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. મહત્વની વાત એ છે કે ફિલિપ્સને આ સિઝનમાં એક પણ મેચ રમવાની તક મળી નથી.
