• ઈજાના કારણે હાર્દિક પંડ્યા વર્લ્ડકપ 2023માંથી બહાર
  • હાર્દિકના બદલે પ્રસિદ્ધ ક્રૃષ્ણાને મળ્યું સ્થાન
  • હાર્દિક પંડ્યાને બાંગ્લાદેશ સામેની મેચમાં થઇ હતી ઈજા

ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્લ્ડકપ 2023માંથી બહાર થઈ ગયો છે. તે ઈજાના કારણે ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર હતો. પંડ્યાની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પંડ્યાનું વર્લ્ડકપમાંથી બહાર થવું ભારત માટે મોટો ફટકો છે. તે એક અનુભવી ખેલાડી છે અને તેણે ઘણી મોટી મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં રમાયેલી મેચ દરમિયાન પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો.

હાર્દિક પંડ્યા વર્લ્ડકપ 2023માંથી બહાર

[[$googlead]]

પુણેમાં રમાયેલી મેચ દરમિયાન બોલિંગ કરતી વખતે હાર્દિકને ઈજા થઈ હતી. તેના ડાબા પગની ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ કારણોસર હાર્દિક ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામે રમ્યો ન હતો. તેના સ્થાને પ્રસિદ્ધ કૃષ્ણને ભારતીય ટીમમાં જગ્યા મળી છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. તેણે 7 મેચ રમી છે અને તમામ જીતી છે. તેના 14 પોઈન્ટ છે. મહત્વની વાત એ છે કે ભારતીય ટીમ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. પરંતુ સેમિફાઇનલ પહેલા પંડ્યાનું બહાર થવું તેના માટે આઘાત સમાન છે. હાર્દિક એક અનુભવી ખેલાડી છે અને તેણે ICC ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું છે.

[[$alsoread]]

પ્રસિદ્ધ ક્રૃષ્ણાને મળ્યું સ્થાન

પંડ્યાની બાદબાકી બાદ ભારતે પ્રસિદ્ધનો ટીમમાં સમાવેશ કર્યો છે. ક્રિષ્ના પાસે હજુ આંતરરાષ્ટ્રીય મેચોનો વધુ અનુભવ નથી. પરંતુ તેણે ઘણી મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે અત્યાર સુધી 17 ODI મેચ રમી છે અને આ દરમિયાન તેણે 29 વિકેટ લીધી છે. વનડે મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 4 વિકેટ લેવાનું રહ્યું છે. તેણે 2 આંતરરાષ્ટ્રીય મેચમાં 4 વિકેટ લીધી છે.

ભારતની આગામી મેચ

સેમીફાઈનલ પહેલા ભારતને હજુ બે મેચ રમવાની છે. ભારતીય ટીમની આગામી મેચ સાઉથ આફ્રિકા સામે છે. આ મેચ 5 નવેમ્બરે કોલકાતામાં રમાશે. આ પછી 12 નવેમ્બરે નેધરલેન્ડ સામે મેચ રમાશે.


  • Follow us on: