• શુભમન ગિલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી
  • શુભમન ગિલના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટ્યા
  • શુભમન ગિલ અફઘાનિસ્તાન વિરુદ્ધ પણ રમશે નહીં
શુભમન ગિલના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ભારતીય ઓપનરને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ગિલને પ્લેટલેટ્સ ઘટી જવાને કારણે ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પજે બાદ તેને થોડા કલાકોમાં જ રજા આપવામાં આવી હતી. ડિસ્ચાર્જ થયા બાદ તે હોટલ પરત ફર્યો છે. અને, તેમની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે. જો કે ત્યારથી તેના પાકિસ્તાન સામે રમવા પર સસ્પેન્સની તલવાર લટકી ગઈ છે. કારણ કે હાલની સ્થિતિને જોતા એવું લાગતું નથી કે ગિલ ત્યાં સુધીમાં ફિટ થઈ જશે.

અફઘાનિસ્તાન સામે નહીં રમે શુભમન ગિલ
અત્યારે પણ તેને હોસ્પિટલમાં દાલ કર્યા બાદ રજા આપવામાં આવી છે પરંતુ તે 14મી ઓક્ટોબરે અમદાવાદમાં પાકિસ્તાન સામે રમે તેવી શક્યતા ઓછી છે. કારણ કે હાલની સ્થિતિને જોતા એવું લાગતું નથી કે ગિલ ત્યાં સુધીમાં ફિટ થઈ જશે. પરંતુ અફઘાનિસ્તાન સામે તે નહીં રમે તે નક્કી છે. તે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતની પ્રથમ મેચ પણ રમ્યો નહોતો.

ગિલનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પૉઝિટિવ
ગયા અઠવાડિયે શુભમન ગિલનો ડેન્ગ્યૂનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો. આ પછી ગિલ રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાંથી બહાર થઈ ગયો હતો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ગિલ 14 ઓક્ટબરે પાકિસ્તાન સામે રમનારી મેચ માટે ફિટ થઇ જશે. પરંતુ હવે ગિલ પાકિસ્તાન સામેની મેચ સુઘી ફિટ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. ડેન્ગ્યૂ જેવા રોગમાંથી સાજા થવામાં ઓછામાં ઓછા બે અઠવાડિયા લાગે છે. આવામાં ગિલ આવતા સપ્તાહની શરૂઆતમાં જ પ્રેક્ટિસમાં પરત ફરી શકશે. ગીલ આ વર્ષે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એકવાર સંપૂર્ણ ફિટ થઈ ગયા બાદ ગિલ વર્લ્ડકપમાં ભારત માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

2023માં ODIમાં ભારત માટે ટોપ સ્કોરર
ગિલ 2023માં વન-ડેમાં ભારત માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે 20 મેચની 20 ઇનિંગ્સમાં 72.35ની એવરેજથી 1230 રન બનાવ્યા છે, જેમાં 5 સદી અને 5 અડધી સદી સામેલ છે. આવી સ્થિતિમાં તે વર્લ્ડ કપમાં ભારત માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.

  • Follow us on: