• દિલ્હી કેપિટલ્સે IPL 2024 પહેલા ખેલાડીઓને છુટા કર્યા
  • ટીમે કુલ 11 ખેલાડીઓની યાદી બહાર પાડી
  • દિલ્હીના કેપ્ટન ઋષભ પંતની વાપસી થવાની શક્યતા

દિલ્હી કેપિટલ્સે IPL 2024 પહેલા ઘણા દિગ્ગજ અને સ્ટાર ખેલાડીઓને છોડી દીધા છે. ટીમ દ્વારા કુલ 11 ખેલાડીઓની યાદી બહાર પાડી છે અને જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ હાજર છે.

દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓની યાદી

ડેવિડ વોર્નર, પૃથ્વી શો, એનરિચ નોર્ટજે, કુલદીપ યાદવ, લુંગી એનગીડી, અક્ષર પટેલ, મિશેલ માર્શ, અભિષેક પોરેલ, ઈશાંત શર્મા, ઋષભ પંત, લલિત યાદવ, મુકેશ કુમાર, યશ ધુલ.

દિલ્હી કેપિટલ્સે 11 ખેલાડીઓની યાદી જાહેર

રિલે રોસો, રોવમેન પોવેલ, મનીષ પાંડે, ફિલિપ સોલ્ટ, મુસ્તાફિઝુર રહેમાન, ચેતન સાકરિયા, સરફરાઝ ખાન, કમલેશ નાગરકોટી, રિપલ પટેલ, અમન ખાન, પ્રિયમ ગર્ગ.

ઋષભ પંતની વાપસી થશે!

દિલ્હીનો કેપ્ટન ઋષભ પંત માર્ગ અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયા બાદ છેલ્લી સિઝનમાં રમ્યો ન હતો. હવે તેની વાપસીની આશા વધુ નક્કર બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પંત જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ સામે વાપસી કરશે. પરંતુ તે ક્યારે આવે છે તે જોવું રહ્યું કારણ કે સત્તાવાર માહિતીની હજુ રાહ જોવાઈ રહી છે. પરંતુ ચાહકોને આશા છે કે પંત IPL દ્વારા દિલ્હી પરત ફરશે.

દિલ્હી કેપિટલ્સ પાસે કેટલા પૈસા છે?

દિલ્હી કેપિટલ્સે 11 ખેલાડીઓને છૂટા કર્યા અને માત્ર 9 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જ્યારે ટીમમાં બેકઅપ તરીકે 7 ખેલાડીઓ છે. ટીમમાં હજુ 5 વિદેશી ખેલાડીઓ બાકી છે. આ સિવાય ટીમ હવે 28.95 કરોડ રૂપિયાના પર્સ સાથે 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાનારી હરાજીમાં ઉતરશે.


  • Follow us on: