• ઓસ્ટ્રેલિયન ઓપનમાં હાજર બોપન્નાની પત્ની સુપ્રિયા પર મહિલા પ્રશંસક ફિદા

  • બોપન્નાની એક મહિલા પ્રશંસક તો સુપ્રિયાની સુંદરતા જોઇને દંગ રહી ગઇ
  • મેચ દરમિયાન કોર્ટ પર લાગેલાં કેમેરા ઘણીવાર સુપ્રિયા તરફ ગયા હતાં

ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ ડબલ્સમાં સાનિયા મિર્ઝા સાથે ફાઇનલ રમવા ઊતરેલો રોહન બોપન્નાની ચર્ચા નથી થઇ તેનાથી ઘણી વધારે તેની પત્ની સુપ્રિયાએ પોતાની સુંદરતાના કારણે મેળવી છે. રોહન અને સાનિયાની ફાઇનલ મેચ જોવા માટે રોહનની પત્ની સુપ્રિયા અન્નેયા પણ મેલબોર્નમાં ઉપસ્થિત રહી હતી. મેચ દરમિયાન કોર્ટ પર લાગેલાં કેમેરા ઘણીવાર સુપ્રિયા તરફ ગયા હતાં અને તે પછી તેની તસવીરને સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કોઇ વાર લાગી ન હતી. બોપન્નાની એક મહિલા પ્રશંસક તો સુપ્રિયાની સુંદરતા જોઇને દંગ રહી ગઇ હતી. અને જણાવ્યું હતું કે શું તેણી બોપન્નાની પત્ની છે? તો શું મેં અત્યાર સુધીની સૌથી સુંદર મહિલાને જોઇ છે? બોપન્નાએ જવાબ આપ્યો કે હું તમારી સાથે સહમત છું.


  • Follow us on: