• ગુજરાતની વૈદહી ચૌધરીની પણ પસંદગી

  • ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશનને 12 સભ્યની ટીમ જાહેર કરી છે
  • એશિયન ગેમ્સની સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અંકિતા રૈના નેતૃત્વ કરશે

ડબલ્સનો અનુભવી ખેલાડી રોહન બોપન્ના વધુ એક વખત એશિયન ગેમ્સની ટેનિસ ઇવેન્ટમાં ભારતની આશાઓનો મુખ્ય આધારસ્તંભ રહેશે. ઓલ ઇન્ડિયા ટેનિસ એસોસિયેશનને 12 સભ્યની ટીમ જાહેર કરી છે. એશિયન ગેમ્સ 23મી સપ્ટેમ્બરથી હાંગઝોયુ ખાતે યોજાશે. મેન્સ ટીમમાં 43 વર્ષીય બોપન્ના ઉપરાંત સુમિત નાગલ, શશિકુમાર મુકુંદ, ડેવિડ કપ ખેલાડી રામકુમાર રામનાથાન, યુકી ભાંબરી તથા સાકેત માયનેનીનો સમાવેશ થયો છે. વિમેન્સ ટીમનું છેલ્લી એશિયન ગેમ્સની સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અંકિતા રૈના નેતૃત્વ કરશે. ટીમની અન્ય સભ્યોમાં કરમન કૌર થાંડી, ઋતુજા ભોસલે, સહજા યમલાપલ્લી, વૈદેહી ચૌધરી તથા પ્રાર્થના થોમ્બ્રે સામેલ છે. ભારતે 2018ની જાકાર્તા એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા જેમાં બોપન્ના અને દિવિજ શરનની જોડીએ કઝાકસ્તાનના એલેકઝાન્ડર બુબલિક અને ડેનિસની જોડીને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. પ્રોફેશનલ પસંદગી સમિતિના ચેરમેન નંદનબાલે સમિતિના સભ્યો અને ટીમના સુકાનીઓની મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવો અંગે વિચારણા કર્યા બાદ ટીમ પસંદ કરી હતી.


  • Follow us on: