ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝમાં હવે વધુ સમય બાકી નથી. આ સિરીઝની પ્રથમ મેચ 22 નવેમ્બરે પર્થમાં રમાશે. ડબલ્યુટીસી ફાઈનલને જોતા ટીમ ઈન્ડિયા માટે આ સીરીઝ ઘણી મહત્વની છે. જો ભારતને WTCની ફાઇનલમાં પહોંચવું હશે તો તેણે ઓસ્ટ્રેલિયાને 4-0થી હરાવવું પડશે. અન્યથા ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં કોઈ કસર છોડવા માંગતી નથી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

આ ખેલાડીને ડેબ્યૂ કરવાની મળી શકે છે તક

ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, હર્ષિતે તાજેતરમાં પર્થમાં રમાયેલી મેચમાં ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે પોતાની બાઉન્સર બોલિંગથી બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. આવી સ્થિતિમાં તે ભારત માટે પર્થમાં ડેબ્યૂ કરી શકે તેવી આશા છે.

https://twitter.com/105of70Mumbai/status/1858473853359731005

હર્ષિત રાણાએ IPLમાં પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે 13 મેચમાં 19 વિકેટ લીધી હતી. નવા બોલ સાથે પણ તે સારી રીતે સ્વિંગ કરી શકે છે. આ સિવાય તે 140 KM/Hની ઝડપે સતત બોલિંગ કરી શકે છે.

https://twitter.com/Cricketracker/status/1858181213938147647

ડોમેસ્ટિક ક્રિકેટમાં આવો રહ્યો છે રેકોર્ડ

હર્ષિત રાણાને અત્યાર સુધી 10 ફર્સ્ટ ક્લાસ મેચ રમવાનો અનુભવ છે જેમાં તેણે 43 વિકેટ ઝડપી છે અને 469 રન બનાવ્યા છે અને તેના નામે એક સદી અને બે અડધી સદી છે. આવી સ્થિતિમાં, જો જરૂર પડે, તો તે ટીમ ઇન્ડિયા માટે બેટિંગ પણ કરી શકે છે.

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, અભિમન્યુ ઈસ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નિતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.

રિઝર્વ ખેલાડીઓઃ મુકેશ કુમાર, નવદીપ સૈની, ખલીલ અહેમદ