ભારત સામે 22 નવેમ્બરથી 5 મેચોની ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. જો ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં જગ્યા બનાવવાની પોતાની આશાને જાળવી રાખવા ઈચ્છે છે તો તેને કોઈપણ ભોગે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર સિરીઝ જીતવી પડશે. આ કારણે કેપ્ટન રોહિત શર્મા અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર ઘણું દબાણ વધી ગયું છે.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટને આપ્યું મોટું નિવેદન
આ હાઈ-પ્રોફાઈલ સિરીઝની શરૂઆત પહેલા ઓસ્ટ્રેલિયાઈ ટીમના પૂર્વ કેપ્ટન ટિમ પેને એક મોટું નિવેદન આપ્યું છે, જ્યાં તેણે કહ્યું છે કે ટીમ ઈન્ડિયાની સૌથી મોટી ચિંતા વિરાટ કોહલી કે રોહિત શર્માનું ફોર્મ નથી પરંતુ તેમના મુખ્ય કોચનું ફોર્મ છે. ગૌતમ ગંભીર દબાણમાં શાંત રહી શક્યો નથી. તાજેતરમાં, કોહલી અને રોહિતના ખરાબ ફોર્મ પર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગની ટિપ્પણીથી ગંભીર ગુસ્સે થયો હતો.
રિકી પોન્ટિંગ પર ભડક્યો હતો ગંભીર
પેને કહ્યું કે તેનો આગળનો રસ્તો સરળ નથી. તેણે કહ્યું, 'મને ગમતું નથી. મને લાગે છે કે આ સારો સંકેત નથી, કારણ કે તેને જે પૂછવામાં આવ્યું તે ખૂબ જ સરળ પ્રશ્ન હતો. મને લાગે છે કે તે કદાચ હજુ પણ રિકીને કોઈ એવી વ્યક્તિ તરીકે જુએ છે જેની સામે તે મેચ રમી રહ્યો છે. પરંતુ તેઓએ સમજવું જોઈએ કે રિકી હવે કોમેન્ટેટર છે અને તેને પોતાનો અભિપ્રાય આપવા બદલ પગાર મળે છે.
વિરાટ-રોહિતને લઈને આપ્યુ મોટું નિવેદન
વિરાટ અત્યારે ફોર્મમાં નથી અને તે ચોક્કસપણે ચિંતાનો વિષય છે. પરંતુ મારા માટે અત્યારે સૌથી મોટી ચિંતા રોહિત શર્માની બેટિંગ નથી, વિરાટ કોહલીની બેટિંગ નથી, પરંતુ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટને કહ્યું કે ગંભીર ટીમ ઈન્ડિયા માટે મોટી સમસ્યા છે. તેણે તેની સરખામણી રવિ શાસ્ત્રી સાથે કરી, જેઓ છેલ્લા બે ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં ભારતના મુખ્ય કોચ હતા. પેનને લાગે છે કે ગંભીરનું વધુ પડતું સ્પર્ધાત્મક વલણ કોચિંગ માટે યોગ્ય નથી.