- ખંઢેરી સ્ટેડિયમ ખાતે કરી નેટ પ્રેક્ટિસ
- નેટ પ્રેક્ટિસ બાદ બપોરે 12.45 વાગે બંને ટીમ પ્રેસ કોન્ફરન્સ સંબોધશે
- ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી ચાલશે
હાલમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની સિરીઝ 1-1 થી બરાબર છે. સિરીઝની ત્રીજી અને મહત્વની મેચ 15મી ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થઈ રહી છે. આજે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ નેટ પ્રેક્ટિસ કરશે. આ પ્રેક્ટિસ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં કરવામાં આવશે. મળતી માહિતિ અનુસાર નેટ પ્રેક્ટિસ બાદ બપોરે 12.45 મિનિટે બંને ટીમ પ્રેસ કોન્ફરન્સ કરશે.
15 ફેબ્રુઆરીથી રમાશે ત્રીજી ટેસ્ટ
તમને જણાવી દઈએ કે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરી સુધી ચાલશે. ઈંગ્લેન્ડે પ્રથમ ટેસ્ટ મેચ જીતીને બધાને ચોંકાવી દીધા હતા. પરંતુ બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી અને જીત મેળવવામાં સફળતા મેળવી. હાલમાં શ્રેણી 1-1થી બરાબર છે. ત્રીજી ટેસ્ટમાં બંને ટીમોની નજર જીત અને લીડ લેવા પર રહેશે.
કેવી છે રાજકોટની પીચ
રાજકોટમાં રમાઈ રહેલી મેચની પીચ પર સ્પિનરોનો જાદુ જોઈ શકાશે. આ સાથે જ માહિતિ એવી પણ છે કે રાજકોટની પીચ સ્પિનરો માટે મદદરૂપ થશે. જો કે આ પીચ પર બેટ્સમેનોને રન બનાવવાની તક પણ મળી શકે છે. બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું હતું કે, "રાજકોટની પીચ ટેસ્ટ મેચ માટે ઉત્તમ વિકેટ સાબિત થશે. જેમ જેમ મેચ આગળ વધશે તેમ સ્પિનરો પીચ પર પ્રભુત્વ મેળવશે. પરંતુ આ પીચ પર બોલરો સિવાય બેટ્સમેન માટે પણ ઘણું બધું હશે. પિચથી કોઈ નિરાશ થવાનું નથી. પરંતુ પિચ પર સ્પિનરોને થોડી વધુ મદદ મળશે. બંને ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા છે. અત્યાર સુધી ઈંગ્લેન્ડની ટીમે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.









