- પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે
- સંજય સિંહે 21 ડિસેમ્બરે યોજાયેલી WFI ચૂંટણીમાં જીત મેળવી હતી
- ઓલિમ્પિયન સાક્ષી મલિકે કુસ્તી છોડવાની જાહેરાત કરી
રવિવારે (24 ડિસેમ્બર) રમત મંત્રાલય દ્વારા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પર લગાવવામાં આવેલા પ્રતિબંધને લઈને પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે તેણે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે અને તેનું સંપૂર્ણ ધ્યાન આગામી લોકસભા ચૂંટણી પર છે. આ વર્ષે જાન્યુઆરીમાં કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ સામે વિરોધ નોંધાવ્યો હતો. જે બાદ તેમને પદ પરથી હટી જવું પડ્યું હતું.
બ્રિજભૂષણ સિંહને હટાવ્યા બાદ ચૂંટણી યોજાઈ હતી
બ્રિજભૂષણ સિંહને હટાવ્યા બાદ ચૂંટણી યોજાઈ હતી. તેમના નજીકના સાથી સંજય સિંહે 21 ડિસેમ્બરે યોજાયેલી WFI ચૂંટણીમાં જીત મેળવી હતી. એટલું જ નહીં, મોટાભાગના પદો પર માત્ર બ્રિજ ભૂષણના સહયોગીઓ જ ચૂંટાયા હતા. આ પછી ઓલિમ્પિયન સાક્ષી મલિકે કુસ્તી છોડવાની જાહેરાત કરી. જ્યારે બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કર્યું. વધી રહેલા વિવાદ બાદ સરકારે WFIને સસ્પેન્ડ કરી દીધું હતું. જો કે, રમત મંત્રાલયે કહ્યું કે નવા પ્રમુખે નિયમોની અવગણના કરવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમય મારા કામનું મૂલ્યાંકન કરશેઃ બ્રિજ ભૂષણ
બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું, “અમે રમતગમતનું વાતાવરણ શરૂ કરવા માગતા હતા. કોર્ટના આદેશથી ચૂંટણી યોજાઈ હતી. સમયનો બગાડ ન થાય તે માટે ચૂંટણી યોજાઈ હતી. પૂર્વ પ્રમુખ તરીકે બેઠકમાં ગયા હતા. 12 વર્ષ સુધી કુસ્તી માટે કામ કર્યું. સમય મારા કામનું મૂલ્યાંકન કરશે. WFIના સસ્પેન્શન પછી પ્રથમ વખત બ્રિજ ભૂષણે કહ્યું, 'રમતનું વાતાવરણ ફરી શરૂ કરવા માગું છું' 'સાક્ષીએ નિવૃત્તિ લીધી, અમે પણ લીધી', કુસ્તી છોડનાર મહિલા રેસલર પર બ્રિજ ભૂષણે કહ્યું









